Jai Hind

રાણપુર પાસે ટ્રક અને ઈક્કો વચ્ચે અકસ્માત: બે બાળક સહિત ચારના મોત

સાત લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ભાવનગર ખસેડાયા: એમ.પી. થી કુંડળી મજુરી માટે આવતા સમયે સર્જાઇ દુઘર્ટના: ટ્રક ડ્રાઈવર પોલીસમાં હાજર થયો

બોટાદ જિલ્લાના રાણપુર નજીક આવેલ કિનારા ગામ પાસે એક ભયાનક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અને ઈકો કાર વચ્ચે થયેલી આ સામસામે ટક્કરમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.અકસ્માત બાદ હૃદયદ્વાવક દૃશ્યો સામે આવ્યા હતા.7 ઈજાગ્રસ્તોને ભાવનગર રિફર કરાયા છે. જ્યારે ટ્રકનો ડ્રાઈવર રાણપુર પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. મૃતકોમાં એક 8 વર્ષનો બાળક તો એક 7 વર્ષની બાળકી છે. જ્યારે ઈકો કારના ડ્રાઈવર અને એક મહિલાનું પણ મોત નિપજ્યું છે. પ્રત્યક્ષદર્શી કોંગ્રેસના સ્થાનિક નેતા પ્રતાપસિંહ ડોડીયા એ અકસ્માત ની ઘટના કહી કે અકસ્માતની ગણતરીની મિનિટમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અમદાવાદથી પરત ફરતી વેળા આ અકસ્માતની ઘટના જોતા તેમણે તેમની કાર રોકી હતી. ત્યારે લોકોના ટોળા વળ્યા હતાં.તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો રોડ પર પડ્યા હતા જ્યારે કેટલાક લોકો ગાડીમાં ફસાયેલા હતા. તેમને પાઈપની મદદથી કારમાંથી બહાર કાઢ્યા હતા.ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પાળીયાદ, રાણપુર અને નાગનેશ એમ ત્રણ જગ્યાએ ફોન કર્યા હતા ત્યારે એમ્બ્યુલન્સ આવી હતી. લોકોની મદદથી તેમાં ઘાયલોને બોટાદ હોસ્પિટલ ખસેડાયા હતા. આ દરમિયાન પોલીસ અને મામલતદાર ની ટીમ પણ આવી પહોંચી હતી. પોલીસે પણ ઈજાગ્રસ્તોને ખસેડવામાં મદદ કરી હતી. ટ્રાફિક જામને દૂર કર્યો હતો. આખી ઈકો ગાડીનો ભુક્કો કાઢી નાખ્યો છે. સામે એક ટ્રક પડી છે. ટ્રક-ઈકો ભટકાતાં અંદરથી પતરાં તોડી તોડીને લોકોને કાઢ્યા છે. બે-ત્રણ બાળકો હતા. લેડીઝ અને જેન્ટ્સ હતા. ઈજાગ્રસ્તોએ કહ્યું હતું કે અમે એમપીથી આવી છીએ. રાણપુરના કુંડલી ગામ જતા હતા જ્યારે રાણપુર નજીક કીનારા ગામ પાસે અકસ્માત નો ભોગ બન્યા હતા અને ઈકો કારના કૂરચેકૂરચા ઉડ્યા હતા મધ્યપ્રદેશના પનાલા ગામથી શ્રમિકો ભરેલી એક ઈકો કાર (નંબર ખઙ 09 ઉઊં 4398) રાણપુર તાલુકાના કુંડળી ગામે ખેતીવાડીના મજૂરી કામ માટે આવી રહી હતી. આ દરમિયાન કિનારાથી ધંધુકા તરફ જવાના હાઈવે પર લગભગ 2 કિલોમીટર દૂર આ કાર અને ટ્રક (નંબર ૠઉં 03 ઇટ 6005) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. બચાવ કામગીરીમાં રાણપુર મામલતદાર ની ટીમ અને પોલીસ કાફલો લાગ્યો હતો તેમજ અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અંગેની જાણ થતા જ પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા.અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 7 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મજૂરી કામે આવતા શ્રમિક પરિવાર પર આ કાળ ત્રાટક્યો હતો.

ચાર મૃતકોના નામ
(1) સવીતાબેન શેલાભાઈ ભાંભરીયા, મોરબી, મુ. છોટા ઉદેપુર
(2) કાળુભાઈ પરમાર(ડ્રાઇવર), મધ્યપ્રદેશ, (ઉંમર – 30 વર્ષ)
(3) જીગો દિપકભાઈ પચાયા (ઉંમર-8 વર્ષ)
(4) 8 વર્ષ ની બાળકી

ઘાયલ વ્યક્તિઓના નામ
વર્ષાબેન સુરસિંગભાઈ મહેડા(ઉંમર-20 વર્ષ)
મંગલભાઈ ઉધલાભાઈ સુહાનિયા(ઉંમર-30 વર્ષ)
દેલુબેન મંગલભાઈ સુહાનિયા(ઉંમર-30 વર્ષ)
દશમભાઈ મંગલભાઈ સુહાનિયા(ઉંમર-4 વર્ષ )
સુરસિંગભાઈ જેરામભાઈ પચાયા(ઉંમર-25 વર્ષ)
મુકેશભાઈ હરમેયભાઈ પચાયા(ઉંમર-15 વર્ષ)
રાજુભાઈ તિખેલિયાભાઈ પચાયા(ઉંમર-25 વર્ષ)