Jai Hind

કોડીનાર તાલુકામાં અંગે્રેજી વિષયના શિક્ષકની ખાલી જગ્યાથી ભારે હાલાકી

વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલીઓ: ભરતી કરવા માંગ

ગુજરાતની અંગ્રેજી પ્રાથમિક શાળામાં અંગ્રજી ભાષાની 350.જેટલી ખાલી પડી પણ શિક્ષકોની ભરતીમાં આકરા વલણ થી અનેક જગ્યાઓ વર્ષો થી ખાલી પડી છે.
હાલમાં શિક્ષક ભરતી માટેની પરીક્ષા ગુજરાતી માધ્યમ ,અને અંગ્રેજી માધ્યમનું અલગ અલગ પરિણામ જાહેર થયું છે.જે પૈકી અંગ્રેજી માધ્યમ માં પાસ થનાર ઉમેદવાર નું પાસીંગ મેરીટ ગુજરાતી માધ્યમ ની સાથે 82 માર્કસ ( અનામત માટે ,) છે.અને જનરલ કેટેગરી માં 90 માર્કસ છે.જે કમસેકમ અંગ્રીજી માધ્યમ માં કેળવણી મેળવનાર ઉમેદવાર માટે અન્યાય કર્તા છે.જેને કારણે અંગ્રેજી શિક્ષકો ની અનેક જગ્યાઓ વર્ષો થી ખાલી પડી છે.
અંગ્રેજી માધ્યમ ની શિક્ષક ભરતી ની પરીક્ષા માં થોડી રાહત અપાય તો અંગ્રેજી શિક્ષક ની અનેક જગ્યાઓ ભરાશે અને ગુજરાત ની અંગ્રેજી પ્રાથમિક શાળા માં અંગ્રેજી નુ અસર કારક શિક્ષણ અમલી થશે…
તાજેતર ની અંગ્રેજી માધ્યમ પરીક્ષા (યિિં)ંની વિગતો એવી છે કે કુલ 1372 ઉમેદવારોએ પરીક્ષા ના ફોર્મ ભર્યા હતા.તે પૈકી 271 ઉમેદવારો ગેર હાજર રહ્યા હતા.અને 1101 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.જેમાં માત્ર 98 ઉમેદવારો પાસ (કવોલીફાય) થયા છે.અને અંગ્રેજી માધ્યમ નું પરિણામ માત્ર 8.90 % આવ્યું છે.હાલ ગુજરાત ની અંગ્રેજી પ્રાથમિક શાળા માં અંગ્રેજી ના 350 જગ્યા ખાલી પડી છે.ગત વર્ષે 121 જગ્યા ખાલી હતી તે પૈકી માત્ર 38 શિક્ષકો ની ભરતી થઈ હતી. ઉપરોક્ત બાબતે ડોળાસા નાં અનિલભાઈ કાનાબાર દ્વારા સરકાર માં રજૂઆત કરવામાં આવી છે.