વર્ષમાં એક વખત જૂનાગઢ થી પેટિયું રળવા આવે છે એક બહુરૂપીએ તળાજાવાસીઓને ડરાવ્યા,હસાવ્યા અને રડાવ્યા

બહુરૂપી એકજ વ્યક્તિ હોય છે પરંતુ તે અનેક રુપ ધારણ કરી ને પોતાની કૌશલ્ય વર્ધક વેશભૂષા ને લઈ સમાજ ને એક સંદેશ પણ આપે છે સાથે તે બિહામણા અથવા તો ક્રૂર પાગલ,ડાકણ જેવા વેશ ધારણ કરી ને રાહદારીઓ ને ડરાવે છે તો ક્યારેક જોકર બની ને હસાવે પણ છે તો ક્યારેક પ્રેગ્નેન્ટ પાગલ યુવતી નો રોલ ભજવી ને સમાજ ને એક ચોક્કસ સંદેશ આપે છે.
પોતાના પેટ માટે અને પરિવાર નું ગુજરાન ચલાવવા માટે મનુષ્ય તેમાંય ખાસ કરીને પુરુષ જાત ને સમાન્ય માનવી એ કલ્પના પણ ન કરી હોય તેવા કામો કરવા પડે છે.જેમાં બહુરૂપી ની નોંધ લેવી પડે છે.બહુરૂપી એક ચોક્કસ પરિવાર છે.વ્યક્તિ એકજ હોય પરંતુ તેનામાં અનેક વિધ વેશ ધારણ કરવા ની કલા સમાયેલી હોય છે.આવા પ્રકાર ના એક બહુરૂપી નરેશ રાઠોડ(ભરત બહુરૂપી) જૂનાગઢ થી દર વર્ષે તળાજા ખાતે દસેક દિવસ રહે છેને અહીં ક્યારેક રાહદારીઓ ને મનોરંજન પૂરું પાડે છે તો ક્યારેક પોતાના ચહેરાને બિહામણો દર્શાવી ને લોકોને ડરાવે છે.જોકે તેનો આશય મનોરંજન પૂરું પાડી ને રૂપિયા કમાવવાનો જ હોય છે.આ બહુરૂપી એ આજે એક ક્રૂર,અતિ પાગલ સ્ત્રી નું રૂપ ધારણ કર્યું હતું.હાથમાં ઈંટ-પથ્થર ધારણ કર્યા હતા.
રાહદારીઓ પાછળ અચાનક દોટ મૂકીને હાથમાં રહેલા પથ્થર ના ઘા કરવા નું નાટક કરી ને અનેક રાહદારીઓ ને ઉભા રસ્તે દોડાવ્યા હતા.જેને લઈ આ બહુરૂપી ની કમાલ જોઈને જાણકાર લોકો હસી હસી ને ગોટો વળી જતા હતા.તો જે વ્યક્તિ ડર ના માર્યો ભાગ્યો હોય તેને ખબર પડે કે આતો બહુરૂપી ની કમાલ છે ત્યારે તેનામાં રહેલ ડર દૂર થતો ને તે પણ હસવા લાગતા હતા.
આ બહુરૂપી દ્વારા એક પાગલ યુવતી પરંતું તેને પણ સમાજના હવસી લોકોએ શિકાર બનાવી હોય જેના કારણે ગર્ભવતી બની હોય તેવું પાત્ર ભજવી ને જયારે રોડપર નીકળે ત્યારે સમાજના લોકોને એક ચોક્કસ પ્રકાર નો સંદેશ પણ આપે છે.
આજે બહુરૂપી લુપ્ત થતી કલા અને જાતિ છે ત્યારે તળાજા વાસીઓ જૂનાગઢ થી આવતા બહુરૂપી ને યોગ્ય વળતર ચૂકવી ને સાચવી રાખવામાં મહત્વ નો ફાળો આપી રહ્યા છે

રિલેટેડ ન્યૂઝ