પવનચક્કીનું પાંખીયું રોડ પર પડતા દબાઈ ગયેલા શ્રમિક યુવાનનું મૃત્યુ

લાલપુર તાલુકા ના નવા ધુંણીયા ગામ પાસે રોડ પર એક ટ્રક ટ્રેલરમાં રાખેલું હેવી પવનચક્કી નું પાંખીયું એકાએક નીચે લસરી પડતાં તેની નીચે દબાઈ જવાથી પરપ્રાંતીય શ્રમિક યુવાનનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું છે. મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો દીપક વિજય કુમાર યાદવ નામનો 20 વર્ષનો પરપ્રાંતીય શ્રમિક યુવાન, કે જે પરમદીને સાંજે ટ્રક ટ્રેલરમાં પાછળ બેસીને જઈ રહ્યો હતો, જે ટ્રક ટેલરમાં એક ખાનગી કંપનીની પવનચક્કીનું હેવી પાંખીયું રાખવામાં આવ્યું હતું. જે ટ્રક ટેલરના ચાલકે પોતાનો કાબુ ગુમાવી દેતાં ટ્રકની પાછળ બેઠેલો શ્રમિક યુવાન દીપક નીચે પટકાઈ પડ્યો હતો. જેના ઉપર પવનચક્કીનું પાંખીયું પડતાં ગંભીર ઇજા થઈ હતી, અને તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ વિવેક રામસિંગભાઈ યાદવે પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ ટીનુભા બી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ