Jai Hind

ઉનામાં ઈનોવા રોકી યુવક પર હુમલો કરનારનું પોલીસે સરઘસ કાઢયું

પોલીસે ઘટના સ્થળે લઈ જઈ માફી મંગાવી, ગડદાપાટુ અને પટ્ટાથી ફટકારી હુમલાખોરોએ વીડિયો બનાવી વાઈરલ કર્યો હતો

ઉના શહેરમાં ગત રાત્રિએ ગીર ગઢડા રોડ પર સામાન્ય બોલાચાલી બાદ એક યુવાનને આંતરી, પટ્ટા વડે જાહેરમાં ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. ત્યારે યુવક પર હુમલો કરનાર ચાર જેટલા આરોપીને પોલીસે રાઉન્ડ કરી લીધા હતા અને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. જ્યાં આરોપીઓ લંગડાતા દેખાયા હતા. પોલીસે જાહેરમાં કાયદો હાથમાં લેવા મુદ્દે માફી મગાવી હતી.
હુમલાખોરોએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા માં વાઈરલ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી મામલો વધુ ગરમાતા કોળી સમાજના લોકો પોલીસ સ્ટેશન ઘસી ગયા હતા અને કાર્યવાહીની પોલીસ સમક્ષ માગ કરી હતી. જ્યારે પોલીસ અન્ય કોમના આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી આરોપીઓને દબોચી લીધા ઉના યુવકને ઢોર માર મારવા મુદ્દે ઉઢજઙ વી. આર. ખેંગારે જણાવ્યું હતું કે, ઉનામાં ગઈ કાલે ઘટના બની હતી. ઉનામાં રણજીત બાંભણીયા અને તેના મિત્રને 80 ફૂટ રોડ પર માથાકૂટ થઈ તેના વીડિયો વાઈરલ થયેલા છે, જેમાં 4 આરોપીની અટકાયત કરી છે. આ બનાવમાં 3 બાઈકનો ઉપયોગ થયેલો જેમાંથી 2 બાઈક પણ પોલીસ કબ્જે કરી છે. હાલ પોલીસ અન્ય આરોપી અંગે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉનાના રહેવાસી રણજીત પુનાભાઈ બાંભણીયા પોતાની ઈનોવા કાર (નંબર ૠઉં-01-ઊંઇ 4675) 80 ફૂટના રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર બેઠેલા કેટલાક શખસને ત્યાંથી ખસી જવા બાબતે રણજીત સાથે બોલાચાલી થઈ હતી.આ અદાવત રાખીને તે શખસએ રણજીતની કારનો પીછો કર્યો હતો. વરસિંગપુર રોડ પર એક પાનના ગલ્લા પાસે કારને આંતરી હુમલા ખોરો એ પથ્થરમારો કરી કારના કાચ તોડી નાખ્યા હતા. રણજીત કારમાંથી બહાર નીકળતા જ 4 જેટલા શખસએ તેને પટ્ટા અને લાતો વડે બેરહેમ માર માર્યો હતો. રણજીત સાથે રહેલા મિત્ર મિહિરે વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને પણ ધક્કો મારી દૂર કરી દેવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત રણજીતને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે હુમલાની ઘટના જ્યાં બની હતી તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર કબજે કરી તપાસ હાથ ધરી છે. રણજીતે આ મામલે 4 અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.સારવાર હેઠળ રહેલા રણજીતે મીડિયા સમક્ષ પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિકોમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ચિંતા અને સવાલો ઊભા થયા છે.