Jai Hind

બગસરામાં ઠેર ઠેર દેશી દારૂના હાટડા: પોલીસના આંખ આડા કાન

નશાખોરો નશામાં ધૂત થઇ રસ્તા પર સૂતેલા જોવા મળે છે, અને રાહદારીઓને પરેશાન કરે છે

બગસરામાં આજ કાલ શેરીએ ગલીયે દેશી દારૂ વેચાઈ રહેલ છે.જેના લીધે હવે પ્યાસીઓને દીવ જવાની જરૂર નથી શહેરમાં ઠેક ઠેકાણે દેશી દારૂનું ધૂમ વેચાણ ચાલી રહેલ છે.બુટલેગરો દ્વારા સરકારી જમીનોમાં પોતાનું દબાણ કરીને પાનના ગલ્લાની આડમાં બાર જેવો માહોલ ઉભો કરી નાખેલો છે. જયારે સરકારી તંત્ર તેમજ પોલીસના આંખ આડા કાન કરી હપ્તો લેવામાં મશગુલ થઇ ગઈ છે. બુટલેગર બાબુઓ બેખોફ બનીને દેશી દારૂ બેફામ રીતે વેચાણ કરી રહેલ છે.
બગસરામાં શેરી નાકે દેશી દારૂના હાટડા ચાલી રહેલ છે. તો શું પોલિસ આ વેચાણથી અજાણ છે તેવી લોકોમાં ચર્ચા સાથે સવાલો ઊઠી રહી છે? જ્યારે બગસરામાં અમારપરા, પાળા પાસે , બગસરા રેલવે સ્ટેશન ઉપર , હુડકો વિસ્તાર , અમરેલી રોડ , જેવા અનેક સ્થળો પર બેફામ રીતે દેશી દારૂનું વેચાણ જોર શોરથી ચાલી રહેલ છે આવા બેફામ વેંચતા દારૂ સામાન્ય માણશ જોઈ રહેલ છે પરંતુ પોલીસને દેખાતું ના હોય તેમ ચાલી રહેલ છે .
આ તમામ વિસ્તારો પાસેથી લોકોનો વધુ પડતી અવર જવર રહેતી હોય છે. ત્યારે અહીથી પસાર થતા રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે દેશી દારૂના પ્યાશીઓ દ્વારા આવો દારૂ પીધા પછી બેખોફ બની જાય છે અને રાહદારીઓને પરેશાન કરી રહ્યા છે. તેટલુંજ નહિ પરંતુ ઠેક ઠેકાણે લોકો નશામાં ધુત થઇ રોડ ઉપર સુતેલા પણ જોવા મળી રહેલ છે તેમ છતાં પોલીસ આંખ આડા કાન કરી ચાલે તેમ ચાલવા દઈ રહેલ છે.