Jai Hind

છતડિયા નજીક સિંહોનું ટોળુ નીકળતા તેમની સુરક્ષા માટે વનકર્મીએ વાહન વ્યવહાર રોકાવ્યો

વાહનોની અડફેટે વન્ય પ્રાણીઓનાં થતા મોતના કારણ…
સિંહની સલામતી માટે તેમના પર વોચ રાખવા વન વિભાગે ટુકડી બનાવી

અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહ પરિવારનો વસવાટ હોય જેને લઈ સિંહ સહિતનાં વન્ય પશુઓ જંગલ વિસ્તાર છોડી અને માનવ વસ્તી આજુબાજુ નદી કાંઠે વસતાં થયા છે. ત્યારે બે દિવ સ પહેલાં અમરેલી જિલ્લામાંથી પસાર થતાં ભાવનગર સોમનાથ હાઈવે માર્ગ ઉપર એક માસમાં બે સિંહણ તથા એક દીપડીના મોત નીપજ્યાં હતાં.
ત્યારે ધારી નજીક પણ છાશવારે સિંહના ટોળા હાઈવે માર્ગ ઉપરથી પસાર થતાં હોય છે. ત્યારે આવા સિંહ પરિવાર વાહન અકસ્માતનો ભોગ ના બને તે માટે આવા સિંહ પરિવારની સલામતી માટે તેમના ઉપર સતત નજર રાખવા માટે ખાસ ટુકડી બનાવી આવા સિંહ પરિવારની પાછળ ફરે છે. જેથી કોઈ લોકો સિંહ પરિવારને પરેશાન ના કરે અથવા તો અકસ્માતનો ભોગ ના બને તેની જીણવટ રાખવામાં આવે છે.
અમરેલી જિલ્લાનાં ગીરકાંઠાના ધારી તાલુકામાં અનેક સિંહ પરિવાર વસતો હોય, ત્યારે આજે ધારી અમરેલી સ્ટેટ હાઈવે ઉપર છતડીયા ગામ નજીક એકી 11 સિંહોનું ટોળું નીકળ્યું હતું. અને આ સ્ટેટ હાઈવે પર 11 સિંહોનું ટોળું રોડ ઓળંગી રહયું હતું.
ત્યારે આ માર્ગ ઉપર સતત વાહન વ્યવહાર રહેતો હોય અને કોઈ વાહન ચાલક આ સિંહ પરિવાર સાથે અકસ્માત કરી ના બેસે તે માટે થઈ અને સિંહ પરિવાર આ માર્ગ સહી સલામત રીતે ધારી ગીર વનવિભાગના કર્મીઓ દ્વારા આ માર્ગ ઉપર વાહન વ્યવહાર થંભાવી દઈ અને આ સિંહો પરિવારને માર્ગ ઓળંગવામાં બન્યા સહાયરૂપ બન્યાં હતાં.
બાદમાં આ 11 સિંહ પરિવાર રોડ ઓળંગી ગયા બાદ આ માર્ગ ઉપર વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો.
આમ સિંહ પરિવાર સાથે વાહન અસ્કામત ના સર્જાય તેવી કાળજી રાખતો અને સિંહ પરિવારને રોડ ઓળંગવા માટે મદદરૂપ થતાં વનકર્મીઓનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામેલ છે.