જાફરાબાદના માણસા ગામે વેપારી પાસેથી માલ લઇ રૂા.5.04 લાખનો ચેક પાછો ફરતા ફરીયાદ
અમરેલી જિલ્લાનાં બગસરા તથા જાફરાબાદ પંથકમાં બે અલગ અલગ વેપારી પાસેથી અલગ અલગ આરોપીઓ મટિરિયલ્સની ખરીદી કરી અને નાણાં નહીં ચુકવી વેપારીઓ સાથે છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
આ બનાવમાં બગસરા ગામે માર્કેટીંગ યાર્ડની પાસે રહેતાં અને બગસરા ગામે માર્કેટીંગ યાર્ડ રોડ ઉપર ખોડીયાર આયરન ડેપો ચલાવતાં મિતેશકુમાર મનસુખભાઈ કટેશીયા નામના 2પ વર્ષીય વેપારી યુવક સાથે કોઈ જીજ્ઞેશ પટેલ નામના અજાણ્યા ઇસમે તેમના મોબાઇલ નંબર ઉપરથી વેપારી યુવકનો સંપર્ક કરી તેમજ વોટ્સએપ મારફતે ચીજ વસ્તુઓનો ઓર્ડર આપી ગત તા.5 ના રોજ વિજયભાઇ નામનો આરોપી ટ્રક સાથે બગસરા ગામે વેપારી યુવકના ખોડીયાર આયરન ડેપોમાં આવી અને 20 નંગ પાઇપ, બીજા માપના 140 નંગ પાઇપ જે બંન્ને પાઇપોની કુલ કિમત રૂપિયા 2,80,427 તથા 80 નંગ પતરા કિમત રૂપિયા 2,06,116.50 પૈસા તેમજ લેબર વર્ક-રૂપિયા 2156 મળી કુલ રૂપિયા 4,88,700 નો માલ ટ્રકમાં ભરી ડીલેવરી લઇ અને આ વેપારીને આરોપીએ તેમનાં બ્લોક થઇ ગયેલ ઇન્ડસ ઇન્ડ બેન્કના એકાઉન્ટનો ચેક આપી નીકળી ગયેલ હતો. ચેક વેપારીએ બેંકમાં ચેક નાખતાંચેક રિટર્ન થતાં અને મટિરિયલ્સના નાણાં નહીં આપી બગસરાનાં વેપારી સાથે આરોપી જીજ્ઞેશ પટેલ તથા વિજયભાઇએ બંન્ને ઈસમોએ આપી વેપારી સાથે રૂપિયા 4,88,700 છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે. બીજા બનાવમાં જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે પટેલ શેરીમાં રહેતાં વિપુલભાઈ બાબુભાઈ શેખડા નામનાં 37 વર્ષીય વેપારીને કોઈ પંકજભાઇ પટેલ નામનાં ઇસમે ડેડાણ ગામે ગૌ-શાળા આપવાની છે. અને ત્યા શેડ બનાવવાનો છે. જેથી જરૂરી મટીરીયલની જરૂર છે. તેમ કહી જરૂરી મટીરીયલનો ભાવ કઢાવી વેપારીની ટીંબી હાઈ-વે રોડ, વડલી રોડ, ભરડીયાની સામે આવેલ અંજની સ્ટીલ નામની દુકાનેથી ગત તા.13 તથા તા.19 ના રોજ અલગ-અલગ સમયે કુલ રૂપિયા 5,04,563 નું મટીરીયલ (માલ) ભરી લઈ ગયેલ હતાં. અને બાદમાં વેપારીને મટીરીયલના રૂપીયા નહિ આપી વેપારી સાથે છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.