બાલંભડી ગામમાં યુવાન પર જમીનના પ્રશ્ર્ને હુમલા,ે ચાર શખ્સો સામે ફરિયાદ
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં એક રહેણાક મકાન માં – કાર માં ઈંગ્લીશ દારૂ નો હોવાની બાતમી ના આધારે એલસીબીની ટુકડીએ મોડી રાત્રે દરોડો પાડયો હતો, અને બે શખ્સો ને ઝડપી લીધા હતા, અને 193 નંગ ઈંગ્લીશ દારુ ની બોટલ સાથે કાર, બાઇક વગેરે સહિત નો મુદ્દા માલ કબજે કર્યો છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જોડીયા તાલુકાના હડિયાણા ગામમાં રહેતા જેઠાભાઈ કરમશીભાઈ , તેમજ બીપીન વસ્તાભાઈ વકાતર એક કાર મારફતે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહ્યા છે અને હડિયાણા ગામની ધાર વાળી સીમ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવાની પેરવી કરી રહ્યા છે, જે બાતમી ના આધારે એલસીબી ની ટુકડી હડીયાણા ગામની ધાર વાળી સીમમાં ઉપરોક્ત મકાન પર દરોડો પાડયો હતો, જે દરોડા દરમિયાન ઉપરોકત બંને શખ્સો 192 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ના જથ્થા સાથે મળી આવ્યા હતા.
પોલીસે કારમાંથી તેમજ મકાનમાંથી 2,59,200 ની કિંમત નો ઇંગલિશ દારૂ, બે મોબાઈલ ફોન, એક કાર, અને બે મોટર સાયકલ સહિત નો મુદ્દા માલ કબજે કર્યો છે, અને બંને સામે જોડીયા પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગે ગુનો દાખલ કરાવ્યો છે.
પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો મોરબી ના ભીમશીભાઈ નામના શખ્સએ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
જામનગર તાલુકાના બાલંભડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રાજદીપસિંહ મંગળસિંહ ચુડાસમા નામના 41 વર્ષના ખેડૂત યુવાને પોલીસ મથકમાં પોતાના ઉપર લાકડા ધોકા અને લોખન્ડની મુઠ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ ગામના યોગીરાજસિંહ મહોબતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, રવિરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, તેમજ ઋષિરાજસિંહ અશોકસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી વચ્ચે જમીનના પ્રશ્ને વાંધો ચાલી રહ્યો છે, અને તે બાબતે ફરીયાદી યુવાને પીજીવીસીએલ વગેરેમાં અરજી કરી હોવાથી ઉપરોક્ત ચારેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા, અને આ હુમલો કરવામા આવ્યો હોવા નું પોલીસ માં જાહેર થયું છે.