ખોટા ફોર્મ નં. 7 ભરનાર સામે કાર્યવાહી કરવા ધારાસભ્યની માંગ

સોમનાથ ધારાસભ્ય દ્વારા જઈંછ ની કામગીરીની પ્રક્રિયામાં ગેરરીતિ થતાં રૂબરૂ વેરાવળ પ્રાંત કચેરી ખાતે જઇ અધિકારીને ફોર્મ નં 7 ની નકલો આપવા રજૂઆત કરેલ અને જે કોઈપણ આ ત્રાહિત વ્યક્તિ દ્વારા ફોર્મ આપવામાં આવેલ હોય તેની પર કાર્યવાહી કરી ફોજદારી ગુનો દાખલ કરવા જણાવેલ છે.આ અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ કરેલી રજૂઆતમાં જણાવેલ કે, હાલમાં જે જઈંછ કામગીરી ની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં કોઈ ચોક્કસ સમાજ અને પાર્ટી ને ટાર્ગેટ કરી ફોર્મ 7 ભરવામાં આવ્યા હોય અને તેમાં પણ જે કોઈ પણ અરજદાર છે તેને જાણ કર્યા વગર તેમના નામનો દૂર ઉપયોગ કરી તેઓને અરજદાર તરીકે લઈ 7 નં ફોર્મ ભરેલા છે. તેઓ નિર્દોષ લોકો ભાજપની કાળી કરતૂત નો શિકાર ના બને અને મતદાન અધિકાર છીનવવાનો મળત્યા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ધારાસભ્ય દ્વારા તેમને કહેવામા આવેલ કે તમે લોકો સોગંદનામું કરી અને પ્રાંત કચેરી એ આપવાનું કહેલ અને આ સોગંદનામા એવું દર્શાવ્યું છે કે અમારા નામથી જે 7 નં ફોર્મ ભરેલા છે એ અમારી જાણ બહાર છે અને આ બાબત ની કાઇ જ ખબર ના હોવાનું જણાવેલ છે. આવા સોગંદનામા ની કોપી અને આ ફોર્મ નં 7 જેણે પણ ભરેલા છે તેમની પર ફોજદારી ગુનો દાખલ કરી કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે કોઈ ત્યાં ફોર્મ દેવા આવ્યું હોય તેના સીસીટીવી ફૂટેજના આધારે તેની ધરપકડ કરી તેને સજા કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે. આ અંગેની પત્ર દ્વારા પ્રાંત અધિકારી, પી.આઈ ને જાણ કરવામાં આવેલ છે. આ રજૂઆત ના પગલે પ્રાંત અધિકારી દ્વારા ફોર્મ 7 ની નકલો ધારાસભ્ય ના કાર્યાલયે સુપ્રત કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ