જિલ્લા કલેકટર અને વહીવટી તંત્રના મુખ્ય અધિકારીઓએ ચાલીને મહાશિવરાત્રી મેળાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું મેળાના સુચારુ આયોજન માટે ભવનાથ મંદિર ખાતે પદાધિકારીઓ અને સાધુ-સંતો સાથે પણ બેઠક યોજાઈ
જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા અને દિવ્યતા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે, ત્યારે આજે આ મેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર
જૂનાગઢના શિવરાત્રી મેળાના મુખ્ય આકર્ષણો
- વાહનોના જરૂરી નિયંત્રણથી ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર 3.5 કિલોમીટરના રૂટ ઉપર ભાવિકોને કોઈ મુશ્કેલી નહીં પડે, ભાવિકોને સુગમતા રહેશે.
- ગિરનાર દરવાજેથી જ ભાવિકોને લીંબુપાણી અને છાશ મળી રહે તે માટે સંસ્થાઓ સાથે સંકલન કરાશે
- સંતોનું સ્વાગત, નગર પ્રવેશ ડમરું યાત્રા, ધર્મસભા સહિતના વિશેષ આયોજનો, મેળાની સાંસ્કૃતિક વિરાસતનો વ્યાપ વધારશે
- મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે પાર્કિંગ આરોગ્ય, પીવાના પાણી, શૌચાલય, સફાઈ, સુશોભન સહિતની સુવિધાઓ અને વ્યવસ્થાઓ ગોઠવાશે
- મેળામાં પધારનાર લાખોની સગવડતા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે કર્મયોગીઓ પુરુષાર્થ કરશે
- વિવિધ કચેરીઓની સરકારી ગાડીઓની સેવાના બદલે સેન્ટ્રલી વ્યવસ્થાથી દર શિફ્ટમાં 600 કર્મચારીઓ ભવનાથ સેવામાં જશે
- મેળાના રૂટ ઉપર પણ મેળાની ગરિમા મુજબ સુશોભન કરાશે.