Jai Hind

જામજોધપુર પંથકમાં ખનીજચોરી ઝડપાઇ એક હિટાચી, પાંચ ડમ્પર-સાધનો જપ્ત

કુલ રૂા.1.50 કરોડનો મુદ્દામાલ કબજે

જામજોધપુર પંથક માંથી ગેર કાયદે ખનીજ ચોરી કરી રહેલ એક હિટાચી અને પાંચ ડમ્પર ભૂસ્તર શાસ્ત્રી કચેરી ના સ્ટાફ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકાના લાલવાડી નેસ, સતાપર ઉદેપુર રોડ ગામમાંથી અવાર નવાર મોરમ – ખનીજના બિનઅધિકૃત ખનનની ફરિયાદ મળતા ભૂસ્તરશાસ્ત્રી જામનગરની સૂચનાથી જામનગરની તપાસટીમ દ્રારા ગત તા.03/02/2026 ના રોજ આકસ્મિક રીતે તપાસ કરતા એક હિટાચી તથા પાંચ ડમ્પર દ્રારા સરકાર ની કોઈપણ પ્રકારની પરવાનગી વગર બિનઅધિકૃત રીતે ખનન અને વહન કરવા બદલ પકડી પાડવામાં આવ્યા હતા. અને પરડવા ગામમાં લિઝ ખાતે કસ્ટડી સોંપેલ છે અને નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે.
સીઝ કરાયેલા વાહનો માં હિટાચી ( વાહન માલીક – રૂડાભાઈ હમીરભાઇ બઢ ), ડમ્પર નંબર- જીજે-10-ટીવી -5419 (વાહન માલીક- મયુરભાઈ ઓડેદરા ), ડમ્પર નંબર – જીજે-25-યુ-9089(વાહન માલીક- કરણભાઈ જેશાભાઈ રાતીયા ), ડમ્પર નંબર – જીજે-10-ટીવી- 1117 (વાહન માલીક- ભરતભાઈ બાપોદરા), ડમ્પર નંબર – જીજે-12-એવી-9230 (વાહન માલીક- બાપોદરા વિરમભાઇ નાથાભાઈ) , ડમ્પર નંબર પ્લેટ વગર જેના ચેસીસ નંબર – જીજે-25-યુ -7128 (વાહન માલીક- રામભાઇ વિરમભાઇ બાપોદરા) નો સમાવેશ થાય છે. કુલ મુદામાલ આશરે 1.50 કરોડ રૂપિયાનો મુદામાલ સ્થગિત કરવામાં આવ્યો છે.
આ કામગીરી સ્ટાફ ના નિખિલભાઈ, આનંદભાઈ, રમેશભાઈ,ભાવેશભાઈ, નૈતિક ભાઇ, રજનીકાંતભાઈ.વગેરે એ કરી હતી.