Jai Hind

ઉનાના કોબ ગામમાં 300થી વધુ મુસ્લિમ મતદારોના ફોર્મ 7 ભરાયા

પ્રાંત અધિકારીને આવેદન આપી જવાબદારો સામે કાર્યવાહીની માંગ: સાચા મતદારોનો અધિકાર છીનવી લેવા ષંડયત્ર રચાયું છે?: મોઠા ગામે પણ સ્થાનિક ખેતીવાડી ધરાવતાં મતદારના નામો કમી કરાવવા પ્રયાસો કર્યા

ગુજરાતમાં હાલ મતદાર યાદી સુધારણા (જઈંછ)ની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત ઉના તાલુકાના કોબ ગામમાં 300થી વધુ મુસ્લિમ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ખોટી રીતે ફોર્મ 7 ભરવામાં આવ્યા હોવાનું બહાર આવતા આ મામલે કોબ ગામના મુસ્લિમ સમાજે ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. કોબ ગામે મતદાર યાદી મુજબ, જે વ્યક્તિઓ હયાત છે, સ્થળાંતર કર્યું નથી અને ગામમાં જ વસવાટ કરે છે, તેમ છતાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમના નામ સામે ખોટા વાંધા રજૂ કરીને ફોર્મ 7 ભરવામાં આવ્યા છે. આ પ્રકારે 300થી વધુ મતદારોના ફોર્મ 7 ખોટી રીતે રજૂ કરાયા છે.મુસ્લિમ સમાજ ના આગેવાન નું કહેવું છે કે આ કૌભાંડ દ્વારા મુસ્લિમ મતદારોને મતદાનથી વંચિત રાખી તેમના મત આપવાના કાયદાકીય અનેબંધારણીય અધિકાર છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે જે ફોર્મ ભરવામાં આવેલા છે તે ફોર્મ 7ની ખરાઈ કરવામાં આવે અને વાસ્તવિક રીતે જે લોકો હયાત હોય અને સ્થળાંતર ન કર્યું હોય, તેમના નામ મતદાર યાદીમાંથી કમી ન કરવામાં આવે. ઉપરાંત, જે વ્યક્તિ દ્વારા આ ખોટા ફોર્મ 7 ભરવામાં આવ્યા છે, તેમની ઓળખ જાહેર કરીને તેમની વિરુદ્ધ પોલીસ મા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.આવીજ રીતે ઉના તાલુકાના મોઠા ગામે પણ મુસ્લિમ સમાજ મતદારો ના નામો કમી કરાવવા એક પાગલ યુવાન નામે 7 નંબર ના ફોર્મ ભરાયાં હતાં આ બાબતે જાગૃત લોકોએ તપાસ કરીને આવા ખોટા ફોર્મ નંબર-7 સામે વાધા લઈ સ્થાનિક બી એલ ઓ મારફતે ખરાઈ કરાવી પંચરોજ કામ કરાવી નામ કમી કરવાનું સડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે. ગુજરાત ભરમાં આવું મુસ્લિમ સમાજના મતદારો ના નામ કમી કરવાનું ષંડયત્ર રચાયું છે આ બાબતે સ્થાનિક મુસ્લિમ સમાજ અગ્રણીઓ અને શિક્ષિત યુવાનો જાગૃત બની સાચા મતદારો ના નામો કમી ન થાઈ તે અંગે જાગૃતિ બતાવી ખોટી અરજી ઓ 7 નંબર ની રજુ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવા આગળ આવી રહ્યા છે અને ષડયંત્ર ને નિષ્ફળ બનાવી ચુંટણી અધિકારી અને જેતે વિભાગ ના બી એલ ઓ પાસે સાચી માહિતી રજૂ કરવા અનુરોધ કરાયો છે.