પુરવઠા અધિકારીએ પોલીસને સાથે રાખી રૂપિયા 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ઉનાના ગાંગડા ગામેથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો છે.સ્થાનિક પુરવઠાઅધિકારીતેજલબેનજોશી એ પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી કરી હતી. આ દરોડામાં રૂપિયા1,10,660નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન અને જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના હેઠળ સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઈસમો સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેજલબેન જોશીને ગાંગડા ગામે નંબર પ્લેટ વગરની એક રિક્ષામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો જતો હોવાની બાતમી મળી હતી.બાતમીના આધારે, પોલીસે રિક્ષાને રોકીને તપાસ કરતા તેમાંથી ચોખા, ઘઉં,બાજરો સહિતનો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે રિક્ષા પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે રિક્ષાચાલક સિમરાઝ સિદ્દીકભાઈ લાલન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં ફેરિયાઓ દ્વારા રિક્ષામાંસરકારીઅનાજનીગેરકાયદેસર ખરીદ-વેચાણનો મોટો વેપાર ચાલતો હોવાનું મનાય છે. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા આવા વેપાર સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અપાતું રાશનકાર્ડ પર અનાજ કેટલાક કાર્ડ ધારકો મેળવી લેતાં હોય છે અને આ જથ્થો રીક્ષા લઈ આવતાં ફેરીયા ને વેચી રોકડી કરી લેતા હોય છે વાસ્તવિક રીતે આવો અનાજ નો જથ્થો કોણ વેચી રહ્યું છે તેવા કાર્ડ ધારકો ની તપાસ કરીને તેના કાર્ડ રદ કરવા જોઈએ તેમજ નાની નાની માછલી પકડી તંત્ર રાહત અનુભવી રહ્યાં છે પણ આ રેશનકાર્ડ નો સરકારી માલ ફેરીયા મોકલી ભેગો કોણ કરેછે તેની પાછળ નું પીઠબળ કોનું છે આ માલ અંતે કયા મોકલાય રહ્યું છે તેનું રહસ્યમય રાજ પુરવઠા તંત્ર દ્વારા કેમ બહાર કાઢી નથી રહ્યા તેવો સવાલ ઉઠવા પામ્યો છે.