પશુ ચરાવવા નીકળેલી બે સગી બહેનોને તળાવ ભરખી ગયું
મુળ બાબરાના ખંભાળા ગામના માલધારી અને પશુઓ ચરાવવા માટે આવેલા પરિવારની બાળકીઓ સગી બે બહેનો રમતા રમતા તળાવમાં આવેલા એક પાણી ભરેલા મોટા ખાડામાં પડી ગઈ હતી. જેના કારણે ડૂબી જવાથી મૃત્યુ નીપજવાની કરૂણ ઘટના બની હતી. આ બનાવ દરમિયાન બંને સગી બહેનો રિદ્ધિબેન પોપટભાઈ સોરીયા ઉંમર 7 વર્ષ અને ગોપીબેન પોપટભાઈ સોરીયા ઉંમર 5 વર્ષ નુ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવના પગલે ઢસા 108 ટીમ દ્વારા બાળકીઓને સામુહિક આરોગ્ય કેન્દ્ર ઢસા ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામા આવેલ. આ કરૂણ ઘટનાથી પરિવાર સહિતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.