તા. 17 થી 19 ફેબ્રુઆરી ફિલ્મ મેકર કમલેશ ઉદાસી – તાલીમ આપશે: 13 ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું
21મી સદીમાં ડિજિટલ મીડિયાએ સૌથી ઝડપી અને અસરકારક માધ્યમ બની રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ તથા યુવા મીડિયા પ્રોફેશનલ્સ માટે એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિજિટલ ફિલ્મ મેકિંગ વિષય પર ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તમામ વિષયના વિદ્યાર્થીઓ તથા મીડિયા પ્રોફેશનલ્સ માટે ડિજિટલ ફિલ્મ મેકિંગ માત્ર શોખનો જ નહીં પરંતુ જરુરિયાતનો વિષય બની ગયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા વિદ્યાર્થીઓને કુશળતા વિકાસ માટે સતત આવા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા.17,18 અને 19 ફેબ્રુઆરીના રોજ ડિજિટલ ફિલ્મ મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં નિષ્ણાત તરીકે જાણીતા ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ મેકર તથા ઇસરોના પૂર્વ પ્રોગ્રામ પ્રોડયુસર કમલેશ ઉદાસી ઉપસ્થિત રહેશે. ઇસરો સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહેલા શ્રી કમલેશ ઉદાસી ડોકયુમેન્ટરી ફિલ્મ, શોર્ટ ફિલ્મ, એડ ફિલ્મના વિવિધ પાસાઓ, પ્રિ-પ્રોડકશન, પોસ્ટ પ્રોડકશન, શુટીંગ, સ્ક્રિપ્ટ રાઇટીંગ વેગેરે ક્ષેત્રોને બહોળો અનુભવ ધરાવે છે. ત્રણ દિવસ દરમિયાન તેઓ પોતાના વિશાળ અનુભવના આધારે વિધાર્થીઓને ફિલ્મ મેકિંગ અને મીડિયા ક્ષેત્રની પ્રાયોગિક તાલીમ આપશે.
આ ક્ષેત્રમાં રસ ધરાવતા અથવા કારર્કિદી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ તથા અન્ય લોકો આ વર્કશોપમાં ભાગ લેવા માટે તા.13 ફેબ્રુઆરી સુધીમાં પત્રકારત્વ ભવનમાં રૂબરૂ અથવા મો.97258 80455 પર બપોરે 11 થી 5 સુધીમાં સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી શકશે.