બોટાદ જિલ્લાની પોલીસ અધિક્ષક ધર્મેન્દ્વ શર્મા માર્ગદર્શન તળે બોટાદ જિલ્લામાં ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપવામાં આવેલ જે અનુસંધાને એમ.જી.જાડેજા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી બોટાદ સુપરવિઝન હેઠળ બોટાદ એલ.સી.બી.ના પો.કોન્સ. ભાવેશભાઈ મુકેશભાઈ શાહ તથા પો.કોન્સ. રસીકભાઈ હરજીભાઈ ગળથરા બાતમી હકીકત મળેલ કે બોટાદ રૂરલ પો.સ્ટે નાસતો ફરતો આરોપી વરજાંગભાઈ નાનુભાઈ પરમાર ઉ.વ.25 (રહે.શીહોર) જી. ભાવનગર અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના માંડલ ખાતે હોવાની હકીકત આધારે બોટાદ એલ.સી.બી સ્ટાફ દ્વારા આરોપીને માંડલ ખાતેથી હસ્તગત કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.