Jai Hind

જસદણમાં યોજાયેલા કેન્સર સ્ક્રીનીંગ કેમ્પમાં 137 લાભાર્થીઓએ લાભ લીધો

જસદણમાં કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો જેમાં 137 લાભાર્થીઓએ લાભ લીધો હતો.
જીલ્લા પંચાયત રાજકોટ, તાલુકા હેલ્થ ઓફિસ – જસદણ અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ – જસદણના સંયુક્ત પ્રયાસથી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ જસદણ ખાતે કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં રાજકોટ સીવીલ હોસ્પીટલ અને મેડીકલ કોલેજના કેન્સર રોગના નિષ્ણાંત લેડી ડોક્ટર દ્વારા લાભાર્થીઓનુ સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ તેમની સંમતિથી તપાસ કરવામાં આવેલ હતી. આ કેમ્પમાં કુલ 137 લાભાર્થીઓએ લાભ લીધેલ હતો તે પૈકી છાતીના કેન્સરના 6, મોઢાના કેન્સરના 1, તથા ગર્ભાશય મુખ (સર્વાઇકલ) કેન્સરના 1 એમ કુલ મળીને કેન્સરના 8 શંકાસ્પદ દર્દીઓ જોવામાં આવેલ હતા.
આ કેમ્પને સફળ બનાવવામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ફુલમાળી, જીલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી ડો. જોષી, એન.સી.ડી. વિભાગના જીલ્લા કોર્ડીનેટરશ્રી ડો. ઝલક, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. સી.કે.રામ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલના સુપ્રિટેન્ડેટશ્રી ડો. રાકેશ મૈત્રી તથા અર્બન હેલ્થ સબ સેન્ટર – લોહિયાનગરના મેડીકલ ઓફિસરશ્રી ડો. આરતીબેન તથા સરકારી હોસ્પીટલ – જસદણના તમામ સ્ટાફ તથા તાલુકા હેલ્થ ઓફિસ – જસદણના સ્ટાફે જહેમત ઉપાડી આ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પને સફળ બનાવવામા મહત્વપૂર્ણ યોગદાન આપેલ હતું.