Jai Hind

પહેલો ઇમામ ખુમૈની વર્લ્ડ એવોર્ડ વિજેતા સૈયદ ક્લબે જવાદ સાહબ નકવીનું કોડીનાર શીયા ઈસ્ના અસરી સાદાત જમાત દ્વારા સન્માન


“જેહાદનો અર્થ આતંકવાદ નહીં ખિદમત (માનવ સેવા) છે. જેહાદ જાહીલિયત ની વિરુદ્ધ ,જેહાદ ઝીંદગી છીનવી લેવાનું નહીં ઝીંદગી આપવાનું કામ છે:- સૈયદ ક્લબે જવાદ સાહબ નકવી

કોડીનાર શીયા ઈસ્ના અસરી સાદાત જમાત દ્વારા પહેલો ઇમામ ખુમૈની વર્લ્ડ એવોર્ડ મેળવનાર સૈયદ ક્લબે જવાદ નકવી સાહબ કીબલા નું જલ્સા એ ઇસ્તેકબાલ સાથે ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.હિન્દુ મુસ્લિમ ભાઈચારા અને એકતા વચ્ચે યોજાયેલા આ સન્માન સમારોહ ના કાર્યકમ માં ઇમામ ખુમૈની વર્લ્ડ એવોર્ડ વિજેતા સૈયદ ક્લબે જવાદ નકવી સાહબ કીબલા નું કોડીનાર શીયા ઈસ્ના અસરી સાદાત જમાત સાથે અનેક કમિટીઓ અને કોડીનાર ના હિન્દુ મુસ્લિમ સમાજ ના અગ્રણી આગેવાનો દ્વારા ભવ્ય સન્માન કરાયા બાદ સૈયદ ક્લબે જવાદ નકવી સાહબ કીબલા એ પોતાના પ્રવચન માં કોડીનાર માં હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારા ને બિરદાવી હિન્દુસ્તાન એક ફૂલો નો ગુલદસ્તા હોવાનું અને તે વતન ની મોહબ્બત ની ડોર માં બાંધેલું હોવાનું જણાવી દેશ ના દુશ્મનો અને કેટલાક લેભાગુઓ રાજકીય સ્વાર્થ માટે લોકો ને લડાવવા અને દેશભર માં મુસ્લિમો વિષે અનેક જૂઠાણા ફેલાવી બે સમુદાય વચ્ચે ખાઇ ઉત્પન્ન કરી રહ્યા હોવાનું જણાવી કાર્યક્રમ માં પધારેલા હિન્દુ ભાઈઓ સમક્ષ ઇસ્લામ અંગે પ્રવતી રહેલ ભ્રામક અફવાઓ ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આજ ના સમય માં જેહાદ અંગે સૌથી વધુ જૂઠાણા ફેલાવાઈ રહ્યા છે,જેહાદ નો અર્થ આતંકવાદ નહીં પણ ખિદમત (માનવ સેવા) છે.આ સન્માન સમારોહ કાર્યક્રમ માં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી,નગર પાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી,ચેમ્બર પ્રમુખ હરીકાકા વિઠલાણી,સુભાષભાઈ ડોડીયા, મનુભાઈ મેર,તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ,શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમાર, અશ્વિનભાઈ ઝાલા,રમેશભાઈ બજાજ,એડવોકેટ સંજયભાઈ જોષી,ગુજરાત વકફ બોર્ડ ના ડાયરેક્ટર જીશાનભાઈ નકવી,હાજી રફીકભાઈ જુણેજા,રફીકભાઈ કચ્છી આર.કે.,કોડીનાર નગરપાલિકા પ્રમુખ એહસાનભાઈ નકવી,સૈયદ બાબાબાપુ કાદરી,હાજી યુનુસભાઈ નાથાણી સહિત ના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.