Jai Hind

ભાણવડ-ખંભાળિયાના ધારાસભ્ય દ્વારા દેશના ફુલ ગુલાબી બજેટને આવકાર

દેશના નાણામંત્રી નિર્મલાસીના રામે નાણાકીય વર્ષ 2026-27 માટે બહાર પાડેલા બજેટને ભાણવડ ખંભાલિયાના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આવકારી ફુલગુલાબી બજેટ ગણાવ્યું હતું. ધારાસભ્ય મુળુભાઈ બેરાએ ભાણવડ ખાતે પત્રકાર પરિષદમાં બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે વૈશ્ર્વિક પડકારો સામે અર્થ વ્યવકથાને મજબુત બનાવવા સાથે વિક્સિત ભારત તરફ આગળ વધવા માટે ઉત્પાદન, આર્થિક તથા પાયાગત સામાજીક સુવિધાઓના વિકાસ માટે મુડી ખર્ચનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બજેટમાં મહિલાઓની ચિંતા કરવામાં આવી છે. દેશના દરેક જીલ્લામાં એક ક્ધયા હોસ્ટેલ બનાવવાની જાહેતા કરી છે. તેમજ મહિલાઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક સંભાળ કેન્દ્રો ખોલવામાં આવશે. તેમજ યુવાનો માટે સેક્ધડરી શાળાઓ અને પાંચસો કોલેજોમાં ક્ધટેન્ટ ક્રિએટર લેબ્સ ખુલશે. તેમજ કિશાનો માટે આધુનિક ખેતી બનાવવા માટે મલ્ટી લેંગ્વેજ ભારત વિસ્તાર લોન્ચ કરવામાં આવશે. વધુમાં કીશાન સમાજ નિધિમાં વરસે જે છ હજારની સહાય ચુકવાઈ છે તેને યથાવત રાખી છે. ઉપરાંત ત્રણ આયુર્વેદિક એઈમ્સની ઘોષણા બજેટમાં કરવામાં આવી છે. તેમજ પરિવહન માટે સાત હાઈસ્પીડ રેલ કોરિડોર બનશે. આમ તમામ વર્ગને આવરી લઈ બજેટ તૈયાર થયાનું અંતમાં ધારાસભ્ય મુળુભાઈ બેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.