Jai Hind

મહાશિવરાત્રી મેળા નિમિત્તે ગિરનાર રોપ-વેમાં ખાસ ડિસ્કાઉન્ટ ઓફર

મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે ગિરનાર રોપ-વેની વિશેષ ઓફર: ટિકિટ રૂ. 630ના દરે ઉપલબ્ધ થશે

જૂનાગઢ ખાતે યોજાનાર મહાશિવરાત્રિ મેળાને નિમિત્તે ગિરનાર રોપ-વે દ્વારા ભાવિક- ભક્તો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરવામાં આવી છે.
રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આ ઓફર અમલમાં મૂકવામાં આવી છે. આ ઓફર અંતર્ગત ભક્તોને ગિરનાર રોપ-વેની ટિકિટ રૂપિયા 630 (ૠજઝ સહિત) ના વિશેષ દરે ઉપલબ્ધ રહેશે. આ યોજના તા. 11 થી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન માન્ય રહેશે.
દરરોજ સવારે 07:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા સુધી આ ઓફરનો લાભ લઈ શકાશે. નોંધનીય છે કે, સાંજે 4:00 વાગ્યા બાદ ફક્ત એક તરફી ટિકિટ જ ઉપલબ્ધ રહેશે. શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વધુમાં વધુ ભક્તો ગિરનાર રોપ-વે દ્વારા સુગમ, સુરક્ષિત અને આધ્યાત્મિક યાત્રાનો આનંદ માણી શકે તે હેતુથી આ વિશેષ ઓફર રજૂ કરવામાં આવી હોવાનું ગિરનાર રોપ વે મેનેજમેન્ટની એક અખબારી યાદીમાં જણાાવવામાં આવ્યુ છે.