Jai Hind

તાલાલાનાં ગુંદરણ ગીર ગામ નજીક છકડો રિક્ષા પલ્ટી જતા: એકનું મૃત્યુ

જાંબુર ગામેથી તાલાલા દુકાનનો માલ લેવા આવતા હતા: ગામમાં અરેરાટી

તાલાલા તાલુકાનાં ગુંદરણ ગીર ગામ નજીક છકડો રિક્ષા પલ્ટી મારી જતા જાંબુર ગીર ગામના રીક્ષા ચાલકનું મૃત્યુ થતાં ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે. આ બનાવ અંગેની વિગત એવી છે કે તાલાલા તાલુકાનાં જાંબુર ગીર ગામમાં પાનનો ગલ્લો તથા કરિયાણાની દુકાન ચલાવતા હસનભાઈ અલારખાભાઈ મકવાણા ઉ.વ.57 દુકાન માટેના માલની ખરીદી કરવા પોતાની છકડો રિક્ષા લઈ તાલાલા આવતા હતા ત્યારે તાલાલા અને ગુંદરણ ગીર ગામ વચ્ચે છકડો રિક્ષા પલ્ટી મારી ગઈ હતી જેમાં હસનભાઈ ને ગંભીર ઈજા થતાં પસાર થતા રાહદારીઓ હસનભાઈ ને તુરંત તાલાલા સરકારી હોસ્પિટલે લાવેલ પરંતુ હસનભાઈ મૃત્યુ પામેલ હોય ફરજ પરના તબીબ ડો.પ્રિન્સ કુસકીયા એ તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતકને માથાના અંદરના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું તબીબે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું.આ બનાવથી જાંબુર ગીર ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.