કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સોશ્યલ મિડીયામાં હથિયાર સાથેના ફોટા, વિડિયો મુકી વાયરલ કરી લોકમાનસ પર ભય અને ખોટી દહેશત ફેલાવનાર શખ્સોને પકડી પાડવા અને સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા દ્વારા કરેલ સુચના અનુસંધાને એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ કાગડા ની રાહબરી હેઠળ એ.એસ.આઇ. દેવદાનભાઈ માણંદભાઇ, પો.હેડ.કોન્સ. વિપુલભાઈ અમૃતભાઇ, અનિરુદ્ધસિંહ જયવંતસિંહ, પો.કોન્સ કૈલાશ સિંહ જેસાભાઇ, મહાવીરસિંહ મંગલસિંહ, હિતેષભાઇ દાનાભાઈ, નદીમ ભાઈ શેર મહમદ સહીતના પ્રભાસ પાટણ વિસ્તારમાં કામગીરી સબબ પેટ્રોલિંગમાં રહેલ તે દરમિયાન આફતાબ અલ્તાફ ચૌહાણ ઉ.વ.ર1 ધંધો મંજુરી રહે.ચોગાન ચોક પ્રભાસ પાટણ વાળા એ બાહુબલી તલવાર સાથે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરેલ હોય તેને બાહુબલી તલવાર સાથે પકડી પાડી પોલીસમાં જી.પી.એક્ટ ક.135 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.