Jai Hind

રાણપુર તાલુકાના રાજપરા ગામ પાસેથી LCBએ ગાડીમાંથી બીયરનો જથ્થો ઝડપી પાડ્યો

હેરીયર ગાડીમાંથી બિયરના 530 ટીન સાથે રૂ.8,32,500નો મુદ્દામાલ જપ્ત કર્યો

બોટાદ કઈઇ પોલીસે રાણપુર તાલુકાના રાજપરા ગામ પાસેથી વિદેશી બિયરનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. એક હેરિયર ગાડીમાંથી 530 બિયર ટીન જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ 8.32 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે, જેમાં બિયર અને ગાડીનો સમાવેશ થાય છે. જોકે, પોલીસને જોઈને ગાડી ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો.
બોટાદ જિલ્લામાં દારૂબંધીને કડક રીતે લાગુ પાડવા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા (ઈંઙજ) દ્વારા સૂચના આપવામાં છે. આ સૂચનાના પગલે, કઈઇ ઙઈં એમ.જી. જાડેજા અને ઙજઈં એસ.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ કઈઇ પોલીસ સ્ટાફના બી.વી. લિંબોલા, ભાવેશભાઈ શાહ, રાજેન્દ્રસિંહ ડોડીયા, જયેશભાઈ ધાંધલ અને રસિકભાઈ ગળથરા સહિતના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે રાણપુરના બુબાવાવ-રાજપરા ગામ તરફથી બોટાદ તરફ એક ફોરવ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો આવવાનો છે.આ બાતમીના આધારે પોલીસે રાજપરા ગામ નજીક વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને ગાડી ચાલક વાહન રોડ પર મૂકી ફરાર થઈ ગયો હતો. કઈઇ ટીમે ૠઉં-04-ઉઅ-6178 નંબરની હેરીયર ફોરવ્હીલર ગાડીમાંથી 530 બિયર ટીન જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા બિયર ટીનની કિંમત 1,32,500 આંકવામાં આવી છે. ગાડીની કિંમત રૂ.7,00,000 ગણતા, કુલ 8,32,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કઈઇ પોલીસે ફરાર થયેલા હેરિયર ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…