કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ગત રાત્રિ ના સાડા બાર વાગ્યે ઊનાના કેટલાક માથાભારે ઈસમોએ ડોળાસા ના પ્રતિષ્ઠિત વેપારી દિલીપભાઈ મોરી ઉપર જીવલેણ હુમલો કરતા સનસનાટી મચી ગઇ છે.આ બાબતે કોડીનાર પોલીસ માં ફરિયાદ થતાં પોલીસે તપાસ ચાલુ કરી છે.
ડોળાસા ગામ ની આ ઘટના ની વિગતો એવી છે કે ડોળાસા ગામે દેવાંગ હાર્ડવેર નામ ની દુકાન ચલાવતા દિલીપભાઈ જેઠાભાઈ મોરી ( ઉંમર વર્ષ 45 ),ગત રાત્રિ ના ઉના હાઇવે ઉપર આવેલી પોતાની વાડી એ ગયા હતા.ત્યાંથી રાત્રિ ના સાડા બાર વાગ્યે ઘેરે જવા પોતાની મોટર સાયકલ માં નીકળ્યા હતા.રોડ ઉપર પહોંચ્યા જ્યાં એક સફેદ સ્કોર્પિયો કાર પડી હતી.જેની લાઈટો અને દરવાજા ખુલ્લા હતા.દિલીપભાઈ એ આ ચાલક ને કહ્યું દરવાજા અને લાઈટ તો બંધ કરો…બસ આ સામાન્ય બાબતે આ માથાભારે ઈસમો ઉશ્કેરાય ગયા અને લોખંડ ના પાઇપ અને લાકડી વડે દિલીપભાઈ મોરી ઉપર તૂટી પડ્યા હતા.આ ગાડી માં ચાર ઈસમો પૈકી ત્રણ લોકો દિલીપભાઈ ને બેરહેમી થી માર માર્યો હતો જ્યારે એક શખ્સ ગાડી માજ બેઠો હતો.આ ઘટના ની જાણ સામે આવેલી અલખધણી હોટલ માં ઉભેલા લોકો ને થતાં કેટલાક લોકોએ ઘટના સ્થળ બાજુ દોડ્યા હતા.પણ માણસો આવતા જોઈ આ માથાભારે શખ્શો નાશી ગયા હતા.
માણસો એકઠા થયા હતા.અને જોયું તો દિલીપભાઈ જેઠાભાઈ મોરી હતા.જેમના પગ અને મોઢા માંથી લોહી વહી રહ્યા હતા.પ્રથમ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા દિલીપભાઈ ને કોડીનાર રા.ના. વાળા હોસ્પિટલ માં ખસેડેલ જ્યાં દિલીપભાઈએ બંને પગ માં ટાંકા લેવા પડ્યા હતા.મોઢા માંથી લોહી નીકળતું હતું.બંને આંખો માં લોહી જામી ગયું હતું.આ બાબતે હોસ્પિટલ તરફ થી કોડીનાર પોલીસ ને જાણ કરતા સવારે કોડીનાર પોલીસે ફરિયાદી દિલીપભાઈ જેઠાભાઈ મોરી નું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસ દરમ્યાન આ સ્કોર્પિયો કાર ના નંબર (ૠઉં 33 અઅ 5680 ) છે.તેમાં બેઠેલા ચાર શખ્શો પૈકી એક નું નામ નિલય ઉર્ફે ભૂરો હોવા નું અને જે પણ આ ઘટના માં સામેલ હશે તેઓની સામે કાનૂની કાર્યવાહી થશે તેમ કોડીનાર પોલીસ દ્વારા જણાવાયું છે.આ ઘટના ની તપાસ પી.એસ.આઇ.એસ.જી. કાછડ ચલાવી રહ્યા છે. આ ઘટના થી ડોળાસા ગામ ના લોકો અને વેપારીઓ માં ભારે રોષ છવાયો છે.આ તમામ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.