ખેડુતો તથા વેપારીઓને મો મીઠું કરાવતા ચેરમેન
ઉનાળાની શરૂઆત થતાં જ નવા મસાલાની સીઝન શરૂ થવામાં છે. ત્યારે ગૃહિણીઓ દ્વારા મસાલા ખરીદવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે સાવરકુંડલા માર્કેટયાર્ડમાં નવા જીરૂની આવકનાં શ્રી ગણેશ થવા પામેલ છે. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનનું નવા જીરુંની શરૂઆત થવા પામેલ છે. જેમા આજે પ્રથમ દિવસે માલકનેસ ગામના ખેડુત બચુભાઈ બાબુભાઇ ડાભીએ સાવરકુંડલાની વૃજલાલ પોપટલાલ નામનાં વેપારીના કમીશનમાં વેચવા માટે આવેલ હતાં.આજે સિઝનનું નવા જીરુંની આવકના શ્રીગણેશ થયેલ હોય, જેનું ચેરમેન દિપકભાઇ માલાણીના વરદ હસ્તે વિઘીસર પુજન કરી શ્રીફળ વધેરીને ખેડુતો તથા વેપારીઓનું મો મીઠુ કરાવી અને હરરાજીની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ખરીદનાર વેપારીઓ તેમજ યાર્ડના સ્ટાફગણ અને ડીરેકટરઓની ઉપસ્થિતીમાં ખરીદનાર વેપારીઓમાં મુહુર્તનું જીરું ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવેલ હતી.વેપારી પેઢી તકદીર ટ્રેડર્સ દ્વારા જીરૂની રૂા.5186 ની ઉંચી બોલી બોલીને જીરું ખરીદ કરેલ હતું. જેથી મુહુર્તના સારા ભાવ બોલાતા ખેડુતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.