Jai Hind

રાણપુરની જર્જરીત સરકારી હોસ્પિટલ નવી બનાવવાને બદલે રીપેરીંગ કામ શરૂ કર્યુ

વોર્ડ અને મોટાભાગના રૂમ જર્જરીત હાલતમાં ચોમાસામાં ધાબામાંથી પાણી પડે છે છતા રીપેરીંગ કરી ચલાવશે

બોટાદો જિલ્લાના રાણપુર શહેર તાલુકા કક્ષાનું ગામ છે 36 ગામ ધરાવતો રાણપુર તાલુકો છે અને રાણપુર શહેરમાં આવેલા સરકારી હોસ્પિટલમાં આશરે 40 થી 45 ગામના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે રાણપુર શહેર તાલુકા કક્ષાનું ગામ છે તેમ છતાં તંત્રને જાણે રાણપુરની કંઈજ ન પડી હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે રાણપુર શહેરની સરકારી હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી જર્જરીત હાલતમાં હોય સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ જર્જરીત હોસ્પિટલને લઈને જીવના જોખમે સારવાર લેવા આવે છે કારણ કે રાણપુરની સરકારી હોસ્પિટલ અત્યંત જર્જરી હાલતમાં હોય અને તેને નવી બનાવવાની જરૂરિયાત હોય ત્યારે તંત્ર દ્વારા આ નવી હોસ્પિટલ નહીં બનાવીને ફક્ત રીપેરીંગ કામ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે કારણ કે અત્યંત જર્જરીત થઈ ગયેલી આ હોસ્પિટલ ને નવી બનાવી તાતી જરૂર છે અને તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ હોસ્પિટલ સર્જરીત છે અને આને નવી બનાવવાની છે આ જર્જરીત હોસ્પિટલની જિલ્લા કલેકટર,પ્રાંત અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી,મામલતદાર સહિતના અધિકારીઓ આ જર્જરીત હોસ્પિટલની પરિસ્થિતિની સમિક્ષા કરી ગયા છે બેઠકો પણ અધિકારીઓ દ્વારા નવી હોસ્પિટલ બનાવવા માટે કરવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા નવી હોસ્પિટલ બનાવવાની જગ્યાએ હોસ્પિટલને રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.કારણ કે આ હોસ્પિટલના મોટાભાગના રૂમ,વોર્ડ જર્જરીત હાલતમાં છે હોસ્પિટલનો પ્રવેશનો જે મુખ્ય દરવાજો છે તે અત્યંત જર્જરીત છે જ્યારે અહીં હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ પણ પોતાના જીવના જોખમે અહીં સારવાર લેવા આવે છે.અને ચોમાસા દરમિયાન વરસાદમાં વોર્ડમાં અને મોટા ભાગના રૂમમાં વરસાદના પાણી ટપકે છે. જ્યારે તંત્ર હોસ્પિટલ રીપેરીંગ કરવાને બદલે વહેલી તકે નવી બનાવે તેવી લોકોની માંગ છે.

આગેવાનોએ મુલાકાત લીધી
રાણપુરની જર્જરીત સરકારી હોસ્પિટલને નવી બનાવવાની જગ્યાએ રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરતા રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ઘનશ્યામભાઈ માણસુરીયા,રાણપુર તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ ખાણીયા, રાણપુરના સામાજીક આગેવાન પરવેજભાઈ કોઠારીયા, સુરેશભાઈ પરમાર,મેહુલભાઈ બાવળીયા,સોહીલભાઈ પરમાર સહિતના આગેવાનોએ જર્જરીત હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
હોસ્પિટલની પાછળ જગ્યા ફાળવી છે ત્યા નવી હોસ્પિટલ બનાવાશે
આ બાબતે બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે હાલ રાણપુર ની હોસ્પિટલ ને રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કારણ કે રાણપુરની બહાર હોસ્પિટલ જઈશ જઈ શકે તેમ નથી અને રીપેરીંગ કર્યા વગર હોસ્પિટલ ચાલી શકે તેમ પણ નથી તે માટે તાત્કાલિક હોસ્પિટલને રીપેરીંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે સાથે આગામી સમયમાં હાલ જે હોસ્પિટલ છે તેની પાછળની સાઈડ નવી જગ્યાની પણ ફાળવણી કરવામાં આવી છે ત્યાં નવી મોટી હોસ્પિટલ બનાવવામાં આવશે જ્યાં સુધી નવી હોસ્પિટલ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી હાલની આ હોસ્પિટલ છે તે રીપેરીંગ કરીને ચાલુ રાખવામાં આવશે જેથી કરીને દર્દીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ભોગવી ન પડે અને આગામી સમયમાં હાલની હોસ્પિટલની પાછળની સાઈડ છે ત્યાં નવી હોસ્પિટલ બનાવવામાં આવશે.