મામલતદાર-પશુ ચિકિત્સા અધિકારીએ પાંજરાપોળની મુલાકાત લઈ પાણી ઘાસચારાની સ્થિતિ જાણી
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં જાહેર રોડ ઉપર રખડતા પશુઓનો ત્રાસ હોય જે અંગેની કેટલાક સમયથી તંત્રને વારંવાર લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવતી હતી તેને લઈને તંત્ર દ્વારા રાણપુર શહેરમાં રખડતા પશુઓને પકડીને રાણપુર પાંજરાપોળ ખાતે રાખવામાં આવ્યા છે. 200 જેટલા પશુઓને રાણપુર પાંજરાપોળ ખાતે રાણપુર ગ્રામ પંચાયત,ગૌ-નંદી સેવા ગ્રુપ,ગ્રામ પંચાયત ના સરપંચ,તલાટી કમ મંત્રી અને સભ્યોના સહયોગથી આ પશુઓને રાણપુર પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા છે જેને લઇને રાણપુરના મામલતદાર કે.બી. ગોહિલ તેમજ રાણપુર તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડો.પ્રવીણ કણઝરીયા, નાયબ મામલતદાર મુકેશભાઈ કણઝરીયા સહિતની ટીમ દ્વારા રાણપુર પાંજરાપોળ ની મુલાકાત લેવામાં આવી હતી.રાણપુરમાં રખડતા 200 જેટલા પશુઓને પકડીને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે તે તમામ પશુઓ માટે ઘાસચારો અને પાણી અને હાલની પરિસ્થિતિને લઈને ચકાસણી કરવામાં આવી હતી સાથે રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓને જરૂરી સુચના સાથે માર્ગદર્શન મામલતદાર કે.બી.ગોહિલ દ્વારા આપવામાં આવ્યુ હતુ.