પૂજા – અર્ચન કરી ધન્યતા અનુભવતો શાહ પરિવાર: દાદાને ઘ્વજા અપર્ણ કરી
સાળંગપુર : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે ગઈકાલે તા.11-02-2026, બુધવારના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ઈંઈઈ)ના ચેરમેન જયભાઈ શાહે સહપરિવાર સાથે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શનાર્થે પધાર્યા હતા. તેમની સાથે તેમના માતા સોનલબેન શાહ, તેમના પત્ની રિશિતાબેન શાહ તથા પુત્ર અને પુત્રી જોડાયા હતા.
તેઓએ દાદાના દરબારમાં શીશ ઝુકાવી, પૂજા-અર્ચના કરી હતી. આ અવસરે તેઓએ સુપુત્રની પેંડા અને સુખડીથી તુલા કરી હતી, દાદાને ધજા અર્પણ કરી મંગલ આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરમાં સંતો દ્વારા જયભાઈ શાહનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, કોઠારી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા) અને પૂજ્ય શુકદેવ સ્વામી (શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-ગોકુલધામ નાર)વગેરે સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. સંતોએ તેમને રાષ્ટ્ર અને રમતજગતની પ્રગતિ માટે આશીર્વાદ પાઠવ્યા હતા.