Jai Hind

કચ્છમાં ઉદ્યોગને મળશે વેગ : ગાંધીધામ આદિપુર વચ્ચે 120 કિ.મી.ની ઝડપે ટ્રેન દોડી

રેલવે દ્વારા કરાયેલું સફળ ટ્રાયલ : ઝડપી પરિવહનથી ઉદ્યોગીક વિકાસને મળશે વેગ

પશ્ચિમ રેલવે દ્વારા કચ્છના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાના હેતુથી હાથ ધરાયેલ ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ (ચીફમિીાહશક્ષલ) ઢ્ઢ(ૠ ’ઢ’ કનેક્ટિવિટીનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. રેલ સુરક્ષા આયુક્ત (ઈછજ) દ્વારા હાથ ધરવામાં આવેલ સ્પીડ ટ્રાયલમાં ટ્રેને 120 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ ઐતિહાસિક સ્પીડ ટ્રાયલ ’મહાવીર ચક્ર કેપ્ટન કપિલ સિંહ થાપા’ નામના શક્તિશાળી એન્જિન સાથે કરવામાં આવ્યું હતું. રેલ સુરક્ષા આયુક્ત ઈ. શ્રીનિવાસ અને અમદાવાદ ડિવિઝનના રેલવે અધિકારીઓની હાજરીમાં આ નવા ટ્રેકનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કંડલા અને મુન્દ્રા બંદરથી થતા માલ પરિવહન માટે આ રેલખંડ અત્યંત વ્યસ્ત રહેતો હતો. ત્રીજી અને ચોથી લાઇન શરૂ થવાથી હવે આ સેક્શન પર દરરોજની 150 જેટલી માલગાડીઓ દોડાવી શકાશે, જે હાલમાં માત્ર 50-60ની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત માલગાડીઓના ટર્નઅરાઉન્ડ સમયમાં ઘટાડો થવાથી ક્ધટેનર, પેટ્રોલિયમ, ખાતર અને મીઠાના પરિવહનમાં ઝડપ આવશે, જેનો સીધો લાભ સ્થાનિક ઉદ્યોગોને મળશે.