િંહંગળાજ માતા, ઝુલેલાલ ભગવાન અને સ્વામી લીલાશાહ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઈ
રાજુલા શહેરમાં સિન્ધી સમાજ માટે દિવાળી સમાન આનંદ અને ભક્તિનો માહોલ વચ્ચે નવનિર્માણ સમાજની વાડી તથા ઝુલેલાલ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર શહેરમાં ધાર્મિક ઉલ્લાસ સાથે આ કાર્યક્રમનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતભરના ભક્તજનો ઉપસ્થિત રહ્યા.રાજુલા શહેરમાં કુળદેવી હિંગળાજ માતા તથા ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન અને સ્વામી લીલાશાહ મહારાજની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે શહેનશાહ સાંઈ શહેરાવાલે સાંઈ ખાસ ઉપસ્થિત રહી તેમના હસ્તે મૂર્તિ સ્થાપન કરવામાં આવ્યું.
ત્રણ દિવસીય મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ, અરણિ મંથન, જલયાત્રા, કુટીર હોમ, સાંજે આરતી તેમજ રાત્રે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું. વાંકુની ધારવાળા કરુણાનિદાન બાપુએ પોતાની પ્રભાવશાળી વાણીથી ભક્તજનોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું.બીજા દિવસે મૂર્તિ નગર ભ્રમણ એડવોકેટ વિદ્યાબેન લાલવાણી (મુનીબેન વકીલ)ના નિવાસસ્થાનેથી પ્રારંભ થઈ શહેરભરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું. ત્યારબાદ વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા વિધિઓ, મહાપ્રસાદ તથા ઝુલેલાલ મંડળ ભાવનગર દ્વારા ભહેરાણા સાહેબ કાર્યક્રમ યોજાયો.ત્રીજા દિવસે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સાંજે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, બીડું હોમ તથા પૂર્ણાહુતી સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન થયું. આ તમામ કાર્યક્રમો વૃન્દાવન સોસાયટી, ભેરાઈ રોડ, રાજુલા ખાતે નવનિર્મિત વાડી અને નિજ મંદિર પરિસરમાં યોજાયા.કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો, વેપારીઓ અને શહેરજનો ઉપસ્થિત રહ્યા.સમગ્ર આયોજનને સફળ બનાવવા વસંતભાઈ સોરઠીયા, કિશનભાઈ કલવાણી, હીરાભાઈ જુરાણી, નરેશભાઈ જુરાણી, મનીષભાઈ સોરઠીયા, મનીષભાઈ ખુહા, ઘનશ્યામભાઈ સોરઠીયા, કિશોરભાઈ સોરઠીયા, દિવ્યેશભાઈ સોરઠીયા, યોગેશભાઈ ખુહા, ભગવાનભાઈ કલવાણી, પ્રકાશભાઈ જેસિંગાણી, સુરેશભાઈ જુરાણી, કમલેશભાઈ જુરાણી સહિત સમગ્ર રાજુલા સિન્ધી સમાજ પરિવારએ ભારે જહેમત ઉઠાવી હતી.