Jai Hind

બગસરામાં આંગણવાડી બહેનો દ્વારા સરકાર વિરૂધ્ધ કરાયા ઉગ્ર સુત્રોચ્ચાર

પડતર માંગણીઓનાં નિરાકરણ માટે સિડીપીઓને આવેદન

વિગત અનુસાર બગસરામાં આંગણવાડીની બહેનો દ્વારા સી ડી પી ઓને આવેદન આપવામાં આવ્યુ હતું અને બે દીવસ માટે માશ સિયેલ પર ઉતરીને વિરોધ વ્યકત કરેલ હતો.ત્યાર બાદ તમામ મહિલાઓ દ્વારા ત્યાં ધારણા પણ કરવામાં આવ્યા હતા અને સુત્રોચાર કરી હમારી માંગે પૂરી કારોના નારા લગાવ્યા હતા. ગૂજરાત સરકાર દ્વારા આંગણવાડી તેમજ આશા વર્કર ફેસિલિયેટર દ્વારા પોતાની માંગણી રજૂ કરેલ હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ માટે કોય પણ પ્રકારની બેઠક યોજેલ નથી જેને લયને આજે ફરીવાર બગસરા પંથકની આંગણવાડી તેમજ આશા વર્કર મહિલાઓ દ્વારા આજે આવેદન આપવામાં આવેલ છે. અને સરકાર આમોને જે મોબાઈલ આપવામાં આવેલ છે ડેટા એન્ટ્રી માટે તે મોબાઈલ ચાલતા નથી તો નવા મોબાઈલ આપવા અને ફિક્સ પગાર માંથી કાયમી પગાર ધોરણ આપવું અને સરકાર દ્વારા આંગણવાડીને છેલ્લા ત્રણ માસથી બિલો ચૂકવેલ નથી તે બિલો ચૂકવવા અને આવી મહિલાઓ કે જે આંગણવાડી ખાતે ફરજ બજાવી રહેલા છે તેમને ડ્રેસ પણ આપવામાં આવેલ નથી તો આ તમામ માગણીઓને સુખદ અંત આપો તેવી માંગણી સાથે મહિલાઓ દ્વારા હમ સબ એક હે હમારી માંગણી પુરી કરો તેવા નારા સાથે આવેદન આપવામાં આવ્યું હતું. અને જો અમારી માંગણી પુરી નહિ કરવામાં આવે તો આમો આ આંદોલનને વધુ જલદ રૂપ આપીશું તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.