Jai Hind

રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિની મુલાકાત લીધી

કાઠિયાવાડી અશ્ર્વ વિષે માહિતી આપતુ પુસ્તક ધી મેજેસ્ટિક કાઠિયાવાડી અર્પણ કર્યુ

દિલ્હી ખાતે ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન આજે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ દેશના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણ સાથે સૌજન્ય શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ અવસરે કાઠિયાવાડી અશ્ર્વ વિષે વિસ્તૃત માહિતી આપતી ધ મેજેસ્ટિક કાઠિયાવાડી નામનું પુસ્તક ભેટ સ્વરૂપે ઉપરાષ્ટ્રપતિને અર્પણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન અશ્ર્વોની શ્રેષ્ઠ નસલ ગણાતા ગૌરવસભર કાઠિયાવાડી અશ્ર્વની શૈર્યગાથા તેની અનોખી વિશેષતાઓ, ઐતિહાસિક પરંપરા તથા વૈશ્ર્વિક ઓળખ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ અશ્ર્વ સંવર્ધન અને સંરક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસો તથા ભવિષ્યમાં વધુ અસરકારક પગલા અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવ્યું.
ઉપરાષ્ટ્રપતિએ કાઠિયાવાડી અશ્ર્વ જેવા આપણા સાંસ્કૃતિક વારસાની વિશેષતા બિરદાવતા આ વિષયમાં રસ દાખવ્યો અને ભારતીય પરંપરાગત અશ્ર્વ જાતિઓના સંવર્ધન માટે સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો.
આ મુલાકાત કાઠિયાવડી અશ્ર્વના સંરક્ષણ, પ્રચાર-પ્રસાર અને વૈશ્ર્વિક સ્તરે પ્રતિષ્ઠા વધારવામાટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.