Jai Hind

બી.ટી.સવાણી કિડની હોસ્પિટલનો વાર્ષિક સમારંભ ઉત્સાહપૂર્વક ઉજવાયો

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની અગ્રણી કિડની રોગની સારવારની ગુણવત્તાયુક્ત માટે એન.એ.બી.એચ. માન્યતા પ્રાપ્ત કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિતની સંપૂર્ણ સારવાર આપતી બી.ટી.સવાણી કિડની હોસ્પિટલને સફળતાપૂર્વક 23 વર્ષ પૂર્ણ થતાં અને 24મા વર્ષમાં મંગલ પ્રવેશના શુભ પ્રસંગે હોસ્પિટલ દ્વારા વાર્ષિક સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભ તા. 01/02/2026 ના રોજ પીરામીડ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે હોસ્પિટલના નિષ્ણાત ડોકટરો, નર્સિંગ સ્ટાફ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ગીત, નૃત્ય અને નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું મનોરંજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર સમારંભને ઉત્સવમય બનાવવામાં આવ્યો હતો.
ઉપરાંત નવનિર્માણ પામી રહેલ શિતુલ મંજુ પટેલ હોસ્પિટલના દાતાઓના સન્માન સમારંભ પણ યોજાયો હતો. હોસ્પિટલ પ્રત્યે દાતાઓના સહયોગ અને સમાજ પ્રત્યેની તેમની ભાવનાને બિરદાવવામાં આવી હતી. હોસ્પિટલના ચેરમેન નાનુભાઈ મકવાણા અને મેનેજીંગ ટ્રસ્ટી અરુણભાઈ પટેલે દાતાઓનો આભાર વ્યક્ત કરેલ તેમજ હોસ્પીટલના ટ્રસ્ટી ડો. વિવેક જોશીએ સંસ્થાની કામગીરી માહિતી આપેલ તેમજ ટ્રસ્ટી જયંતીભાઈ ફળદુએ સંસ્થાના ભવિષ્યના આયોજન વિષે જાણકારી આપી. અને ટ્રસ્ટી ડો. પ્રદીપ કણસાગરાએ આભારવિધિ કરી હતી.
સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે બાલાજી વેફર્સ પ્રા. લી.ના ચેરમેન ચંદુભાઈ વિરાણી અને અતિથી વિશેષ તરીકે જાણીતા જાણીતા ઉદ્યોગપતિ દાતા રોલેક્ષ ઇન્ડસ્ટ્રીઝના મનેશભાઈ માદેકા અને જાણીતા બિઝનેશમેન અંને દાતા જીવણભાઈ ગોવાણી તેમજ જાણીતા જાણીતા ઉદ્યોગપતિ ઉષા મેટલ વર્કસના દાતા મિલનભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમને બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ દ્વારા છેલ્લા 23 વર્ષોથી આપવામાં આવતી આરોગ્યસેવાની પ્રશંસા કરી અને આવનારા વર્ષોમાં હોસ્પિટલ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.