રસ્તાઓ-પુલિયાઓની મરામત નહીં કરાવતા રાહદારીઓ-વાહનચાલકોને હાલાકી
રાજુલા તાલુકાના અતિ મહત્વના એવા રાજુલા ભેરાઈ રોડ જે તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ બિસ્માર થઈ ગયેલ છે જેમાં રાજુલા થી હાઇવે ચોકડી સુધી રીપેરીંગ કરવામાં આવેલ છે પરંતુ હાઈવે ચોકડી થી ભેરાઈ સુધી આ રોડ માં પડી ગયેલા મસ્ત મોટા ખાડાઓ તેમજ ઉખડી ગયેલા ડામરો તેમજ અતિ બીમાર હાલતમાં રહેલા પુલિયાઓ ની મરામત કરવામાં આવેલ નહીં હોવાથી રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે. આ રોડ રાજુલા થી પીપાવાવ જવા માટે ખૂબ જ ટૂંકો રસ્તો હોય તેમજ ભેરાય ,ભચાદર ઉચૈયા, વડ જેવા ગામો માં જવા માટે નો પણ આ મુખ્ય રસ્તો હોવાથી ચારથી પાંચ કામના લોકોને ખૂબ જ હાલાકી નો સામનો કરવો પડી રહેલ છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી રોડ રીપેરીંગ મરામત કરવાની જાહેરાત કરી છે પરંતુ રાજુલા થી હાઇવે ચોકડી સુધી જ રીપેરીંગ કામ કરીને બાકીનો રોડ શા માટે અધૂરો છોડવામાં આવેલ છે અથવા તો પૂરો રોડ રીપેરીંગ દેખાડીને બાકીના પૈસા ઓળવી ગયેલ છે કે શું? તેવું લોકો જણાવી રહ્યા છે. આ અંગે ભેરાઇ ના સરપંચ વાલાભાઈ રામ તેમજ પચાદરના સરપંચ, તખુભાઈ દ્વારા જણાવવામાં આવેલ છે કે, આ રોડને ભેરાઇ ચોકડી થી ભેરાઈ ગામ સુધી તાત્કાલિક અસરથી રીપેર કરવામાં આવે જેમાં ખાસ કરીને ડુંગળીના કારખાના થી બંને ખારવાના નાળાઓ સુધી ખૂબ જ બિસ્માર થઈ ગયેલ હોય જે તાત્કાલિક રીપેર કરવાની માંગ છે.