Jai Hind

ખંભાળીયામાં શ્ર્વાનનો આતંક દાદા-પૌત્રી પર હુમલાથી ચકચાર

બંગલા વાડી વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ

ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા શ્વાનનો આતંક લગાતાર બની રહ્યો છે. આ વચ્ચે આજે અહીંના રહેણાંક વિસ્તારમાં એક બાળકી તેમજ તેના દાદા પર શ્વાન દ્વારા હુમલો કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં રહેતી હિરલ નામની બે વર્ષની માસુમ બાળકી તેના ઘરના આંગણામાં રમી રહી હતી, ત્યારે શેરીમાં રખડતા એક શ્વાને અહીં આવી અને અચાનક આ બાળકી ઉપર હુમલો કરતા આ બાળાએ કાગારોળ મચાવી દીધી હતી. આથી નજીક રહેલા આ બાળકીના દાદા પોતાની પૌત્રીને શ્વાનના મુખમાંથી છોડાવવા જતાં તેમના પર પણ હુમલો કર્યો હતો.બે વર્ષની હીરલને ગાલ તેમજ ગળાના ભાગે નવ ટાંકા આવ્યા હતા. જ્યારે તેના દાદાને પણ પગના ગોઠણના ભાગે કૂતરાએ બચકા ભરતાં તેમને પણ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર આપવામાં આવી હતી.ખંભાળિયામાં રખડું કૂતરાઓના વધતા જતા આતંકથી નગરજનો ત્રસ્ત બની ગયા છે.