Jai Hind

સાતોદડની આરડીસી બેંકની બ્રાંચ તસ્કરોના નિશાને, બીજી વખત ચોરીનો પ્રયાસ

શુક્રવાર બાદ રવિવારની રાત્રે તસ્કરો ત્રાટક્યા, ખેડુતોની બચત બચી ગઈ

જામકંડોરેયાના આતોદા ખાતે આવેલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકની બ્રાન્ચમાં સતત બે વખત ચોરીનો પ્રયાસ થયાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરોએ આયરન સોલે આ કેબલ તોડી નાખી. બારીની ગ્રીલ અને દરવાજો કાપી અંદર ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. પણ સદનસીબે તસ્કરો ચોરી કરવામાં સફળ રહ્યા ન હતા. ઘટનાને પગલે જામકંડોરણા પોલિસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ શરૂ કરી છે.
બનાવ અંગે કાલાવડના ધોરાજી રોડ પર રહેતા અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેવટિવ બેંકની સાતોદડ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા કીરીટભાઈ ઉકાભાઈ ગયેથરીયા (ઉ.1.43) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.13 ના રોજ નિત્યક્રમ મુજબ સાંજના આશરે પાંચેક વાગ્યે બેંકનું કામ કાજ પુર્ણ કરી શાખાના કર્મચારીઓ કેશીયર ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, કલાઈ પાપંદરાય પંડયા સાથે બધા બેંક બંધ કરી પોત પોતાના ઘરે જતા રહેલ હતા.
ત્યાર બાદ તા.15 ના રાત્રીના આશરે ચારેક વાગ્યાના આસપાસ તેઓ ઘરે હતાં ત્યારે રાજકોટ ખાતે આવેલ એવરેસ્ટ સીકયુરીટી ઓફીસથી ફ્રોન આવેલ કે, તમારી સાતોદડ શાખાની બ્રાન્ચમાં કંઇક અઘટીત થયેલ છે, તમે તપાસ કરાવો. જેથી બેંકના પ્યુન જયપાલસીંહ જાડેજા (રહે વાવડી, જામકંડોરણા) ને ફોન કરી કહેલ કે તમે આપણી બેંકે તપાસ કરાવો ત્યાં કઇક થયેલ છે કે કેમ ? જેથી જયપાલસિંહ જાડેજાએ બેંક ખાતે તપાસ કરાવેલ પણ કંઈ જાણવા મળેલ નહી. બાદ ગઈકાલે સવારના આશરે નવ વાગ્યે બેંકના પ્યુન જયપાલસિંહ જાડેજાનો ફોન આવેલ કે, હું બેંક ખોલવા માટે આવેલ અને મારૂ બાઈક પાકીંગમાં મુકવા ગયેલ તો આપણી અને બાકોરું ઓફીસની પાછળની બારીની લોખંડની ગ્રીલના સળીયા તુટેલ જોવા મળ્યા હતા. ઉપરાંત બારીના લાકડાના દરવાજામાં આશરે ચાર બાય ચાર ઇંચ જેટલું કાપી નાખી પાડી દવાયાનુ દેવાયાનું ધ્યાને ધ્યાને આવ્યું આવ્યું હતુ. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં બેંકના ઉપરી અધીકારીઓને જાણ કરેલ અને તુરત કાલાવાડથી સાતોદડ બેંકની શાખાએ પહોંચી ગયેલ હતો. જયા જઈને જોતા ઓફીસની પાછળની બારીની લોખંડની ગ્રીલ તોડી નાખેલ તથા બારીનો દરવાજો આશરે ચાર બાય ચાર ઈંચ જેટલો તોડી ’ નાખેલ હતો. ત્યારબાદ બેંકની છત પર જઈને જોતા ત્યાં ઈલેક્ટ્રીક લાઈટના તેમજ નેટનો કેબલ તથા એવરેસ્ટ સીકયુરીટીનો સાયરનનો કેબલ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. બાદ બેંકમાં તપાસ કરતા કોઇ ચીજ વસ્તુ કે રોકડ રકમ, દાગીના, બેંક પેપર્સ, ગ્રાહકોના કોઈપણ ડોક્યુમેન્ટ / દસ્તાવેજની ચોરી નહિ થયાનું ધ્યાને આવ્યું હતું. બાદ બેંકમાં કેમેરા ચેક કરતા રાત્રીના આશરે બે થી ત્રણ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યાનું ધ્યાને આવ્યું હતું. બનાવને પગલે બ્રાન્ચ મેનેજરની ફરિયાદ પરથી ગુનો નોંધી જામકંડોરણા પોલિસ મથકના પીઆઈ આર વી વાઢિીયાની ટીમે ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરની શોધખોળ શરૂ કરી છે.
હજુ વિરપુરના મેવાસા ગામની આરડીસી બેંકની શાખામાં ચોરીનો પ્રયાસ પણ અનડિટેકટ છે
જામકંડોરણાના સાતોડળ ગામની આરડીસી બેંકની બ્રાન્યમાં થયેલ ચોરીના પ્રયાસ પહેલાં અગાઉ વિરપુર નજીક આવેલ મેવાસા ગામની આરડીસી બેંકની શાખામાં ચોરીનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ હતી. મોડી રાતે ડિસમિસ, લોખંડના સળીયા સાથે ઘુસેલો તસ્કર સીસીટીવી કેમેરામાં સ્પ્રે છાંટતો નજરે પડયો હતો. જો કે, સદનસીબે બેંકનું સાયરન વાગતાં લોકોની મરણમૂડી બચી ગઈ હતી. જો કે, તે ગુનો પણ હજું અને ડિટેકટ છે ત્યાં વધું એક બ્રાન્ચને તસ્કરોએ નિશાન બનાવી હતી.