Jai Hind

સલાયામાં રખડતા શ્ર્વાનનો આતંક : 7 લોકોને બચકા ભર્યા

સરકારી દવાખાને એક માસમાં 19પ કેસ નોંધાયા

દ્વારકા જીલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્ર્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહયો છે. નગરજનોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે. ગઇકાલે સલાયાના બંદર રોડ પર રખડતા શ્ર્વાને આતંક મચાવી જુદા જુદા 7 લોકોને બચકા ભરતા રહીશોમાં મયનો માહોલ જોવા મળ્યો છે. સલાયાના સરકારી દવાખાનામાં છેલ્લા એક માસમાં શ્ર્વાન બાઇટના 19પ કેસ નોંધાયા છે. સલાયામાં ગઈ કાલે બંદર રોડ ઉપર શ્વાનનો આતંક જોવા મળ્યો હતો.જેમાં જુદા જુદા 7 જેટલા લોકોને શ્વાને કરડવાના કેસ નોંધાયા હતા.જેમાં પગ અને પેટના ભાગે કૂતરાએ બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે.આ તમામ લોકોએ સરકારી દવાખાને સારવાર લીધી હતી.જેમાં બે જેટલા વ્યક્તિને થોડી વધારે તકલીફ હોય ખંભાળિયા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલ્યા હતા.મળતી માહિતી મુજબ ગયા જાન્યુઆરી માસમાં સરકારી દવાખાને 195 જેટલા વ્યક્તિઓને કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા.આમ દિવસેને દિવસે સલાયામાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો હોવાનું સામે આવ્યું છે.આ બનાવથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.