Jai Hind

એપીએમસીમાં રૂા.3.67 કરોડના ખર્ચે નિર્માણ પામશે ગોડાઉન

સાવરકુંડલામાં પ000 મેટ્રીક ટનની ક્ષમતા ધરાવતા ગોડાઉનનું કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ઇ-ખાતમુહુર્ત
અમિત શાહે ગાંધીનગરથી મંથન બેઠક દરમિયાન ઇ-ખાતમુહુર્ત કર્યુ : સાવરકુંડલા યાર્ડમાં યોજાયેલ સમારોહમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિ

ભારત સરકારે લોન્ચ કરેલ ખેડૂતો અને સહકારી સંસ્થાઓ માટે અતિ ઉપયોગી થાય તેવી મોટાકદના ગોડાઉનો બનાવવાની યોજના અંતર્ગત સાવરકુંડલા માર્કેટયાર્ડ માટે સરકારે રૂપિયા 3.67 કરોડના ખર્ચે 5000 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતું ગોડાઉનનું કામ મંજૂર કરતાં આ ગોડાઉનનું ઇ-ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આજ રોજ કરેલ. તે માટે માર્કેટયાર્ડમાં આજ રોજ તાલુકાના વિવિધ ગામો અને શહેરમાંથી વિશાળ સંખ્યામાં ખેડૂતો, પદાધિકારીઓ, માર્કેટયાર્ડ વેપારી મંડળના સભ્યો, માર્કેટયાર્ડના અને અન્ય સહકારી સંસ્થાના ડાયરેક્ટરો, સહકારીમંડળીના પ્રમુખો અને મંત્રીઓની વિશાળ હાજરી વચ્ચે કાર્યક્રમ શરૂ થતાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મહાત્મા મંદિર, ગાંધીનગર કે જ્યાં આજરોજ દેશમાંથી વિવિધ રાજ્યના સહકાર મંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નરો, સચિવોની ઉપસ્થિતિમાં એક મંથન બેઠકનું આયોજન કરેલ ત્યાંથી ઇ-ખાતમુહૂર્ત કરેલ. સરકારના સહકારથી સમૃદ્ધિ સંકલ્પને સિદ્ધ કરવા ખુબજ મહત્વકાંક્ષી યોજના અન્વયે નિર્માણ થનાર 5000 મેટ્રિકટનના આ ગોડાઉનમાં સરકાર તરફથી રૂપિયા 1.62 કરોડની સબસિડી મળશે અને ગોડાઉન નિર્માણ થવાથી ખેડૂતો, વેપારીઓને પોતાનો માલ સંગ્રહવા માટે ખુબજ ઉપયોગી થાય તેવિ દીર્ઘકાલીન સુવિધા છે. જેનું ઇ-ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ કરશે તેવો સંદેશો મળતા માર્કેટયાર્ડ તરફથી ચેરમેન દીપકભાઈ માલાણીના માર્ગદર્શન હેઠળ ત્વરિત ગતિએ સમગ્ર કાર્યક્રમનું આયોજન એપીએમસીમાં કરવામાં આવતા માર્કેટયાર્ડના વિશાળ શેડમાં ફૂલ સાઈજની એલ.ઇ.ડી. સ્ક્રીન, કેમેરા, બેનર્સ વિગેરે સુવિધા વચ્ચે ઉપસ્થિત વિશાળ જનસભાએ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધેલ. હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોવાથી ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ આ પ્રસંગે સંદેશો પાઠવી શુભેચ્છા આપેલ છે.
આ કાર્યક્રમમાં વા.ચેરમેન મહેશભાઇ લાખાણી, નગર પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત સદસ્ય શરદભાઈ ગૌદાની, લાલભાઇ મોર, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયા, પૂર્વ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, પ્રતિકભાઈ નાકરાણી સહિત સાવરકુંડલા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો, શરદભાઈ પંડયા, પરાગભાઈ ત્રિવેદી, અરવિંદભાઇ માંગુકિયા, કેશુભાઈ વાઘેલા, દેવચંદભાઈ કપોપરા, કરશનભાઇ ડોબરિયા, સુરેશભાઇ ગજેરા, રાઘવભાઈ સાવલિયા સહિત અગ્રણીઓ, એ.પી.એમ.સી. સાવરકુંડલા અને તાલુકા સંઘના ડિરેક્ટરો મહેશભાઇ કાછડિયા, જસુભાઈ ખુમાણ, ચેતનભાઈ માલાણી, આર.વિ.રાદડીયા, બાબુભાઇ માલાણી, અતુલભાઈ રાદડીયા, અશ્વિનભાઈ માલાણી, મનસુખભાઇ દેસાઇ, બટુકભાઈ રુપારેલિયા, મહેશભાઇ જેબલીયા, ધીરુભાઈ વોરા, તાલુકા પંચાયત સદસ્યો, નગર પાલિકા સદસ્યો, જિલ્લા રજીસ્ટ્રર કચેરી અમરેલીના સહકારી અધિકારી ચિરાગભાઈ બારડ, અને મિતભાઈ ભદ્રેશ્વરાં, એ.પી.એમ.સી. સાવરકુંડલા સેક્રેટરી અને તાલુકા સંઘના મેનેજર અને સ્ટાફગણ, તાલુકાની સેવા સહકારી મંડળીઓના પ્રમુખો અને સભ્યો સહિત તાલુકાના ખેડૂતભાઈઓ, વેપારીભાઈઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.