દારૂનું વેચાણ, બુટલેગરની દાદાગીરી બંધ કરાવવા રજુઆત
સાવરકુંડલાના દેતડ ગામના મોટી સંખ્યામાં ભાઈ બહેનનો એ રૂરલ પોલીસ સ્ટેશનનો ઘહેરાવ કરી ગામમાં બુટલેગર દ્વારા દારૂનું વેચાણ અને દાદાગીરી બાબતે લેખિત રજૂઆત કરી
સાવરકુંડલા તાલુકાના દેતડ ગામે બુટલેગર દારૂનું વેચાણ કરતો હોય દાદાગીરી કરતો હોય તેમના ત્રાસ છે ગ્રામજનો ત્રાહિમામો કરી ગયા હોય આખરે ગત રાત્રે ત્રણ જેટલા વાહનોમાં સવાસો ભાઈ બહેનો એ સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે ઘેરાવ કરી આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી જેમાં કોળી સમાજના આગેવાન વિપુલ ઉનાવાની આગેવાનીમાં દેતડ ગામના સરપંચ પતિ અને ઉપસરપંચ એવા જયંતીભાઈ અને મોટી સંખ્યામાં મહિલાઓએ રજૂઆતો કરી હતી અનેક વખત આ બુટલેગર દારૂનું વેચાણ કરતો હોય ગામની મહિલાઓએ પોતાના પરિવારને બચાવવા માટે પોલીસને કડક હાથે કામ લેવા જણાવ્યું હતું ત્યારે પોલીસ અધિકારીઓ આ બાબતની યોગ્ય કરવા માટેની ખાતરી આપેલ છે. જોકે આ બાબતે કોળી ઠાકોર સમાજના અગ્રણી પંકજભાઈ ઉનાવા એ પણ રજૂઆતો કરી હતી કે અવારનવાર દેતડ ગામમાંથી મને બુટલેગરના ત્રાસ બાબતે અને દારૂના ખુલ્યા આમ વેચાણ બાબતે ફોન આવતા હતા જેને કારણે આજે અમે લેખિત અને મૌખિક રજૂઆત કરી જણાવવો વિષય કે 24 કલાકમાં આ વેચાણ બંધ થવું જોઈએ અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેમ જણાવ્યું હતું ત્યારે ગામની મહિલાએ પણ ઉગ્ર રજૂઆત કરી અને આ બાબતે તાત્કાલિક ધોરણે પગલાં લેવા રજૂઆત કરી હતી