Jai Hind

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર અત્યાધુનિક DBS શસ્ત્રક્રિયા દ્વારા પાર્કિન્સન (કંપવા)ની બીમારીમાંથી દર્દીને નવજીવન આપતા સ્ટર્લીંગ હોસ્પિટલના ડો.સારીકા પાટીલ અને તબીબી ટીમ

રાજકોટ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં સૌપ્રથમ વખત સફળતાપૂર્વક ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશન (ઉઇજ) સર્જરી હાથ ધરીને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. હોસ્પિટલના એસોસિયેટ ડિરેક્ટર તથા ન્યુરો ફિઝિશિયન અને મૂવમેન્ટ ડિસઓર્ડર્સ સ્પેશિયાલિસ્ટ ડો. સારિકા પાટીલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ આધુનિક સારવારથી જામનગરના 60 વર્ષીય પાર્કિન્સન રોગીને નવું જીવન મળ્યું છે. આ નોંધપાત્ર સર્જરી દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને વિશ્વસ્તરીય ન્યુરોલોજીકલ સારવાર હવે વધુ નજીક મળી છે. હોસ્પિટલે મૂવમેન્ટ ડિસઓર્ડર્સ વિભાગમાં પોતાના સમર્પિત ઉઇજ પ્રોગ્રામનો સત્તાવાર પ્રારંભ પણ કર્યો છે.
જામનગરના 60 વર્ષીય ગંગારામ ચંદ્રા છેલ્લા 11 વર્ષથી પાર્કિન્સન રોગથી પીડાતા હતા. છેલ્લા પાંચ વર્ષમાં તેમની સ્થિતિ મોટાપાયે મોટર ફ્લચ્યુએશન સાથે ગંભીર તબક્કે પહોંચી ગઈ હતી. તેમને લાંબા સમય સુધી (દિવસના 70 ટકા જેટલા સમયમાં) અનેક મુશ્કેલીઓ પડતી હતી,
માત્ર દવાઓ દ્વારા તેમના અદ્યતન લક્ષણોને નિયંત્રિત કરવા અથવા દવાઓની આડઅસરને અટકાવવી શક્ય નહતી. તેથી ઉઇજ સર્જરીની ભલામણ કરવામાં આવી હતી.
સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ઉઇજ પ્રોગ્રામનું ક્લિનિકલ નેતૃત્વ સંભાળતા મુવમેન્ટ ડિસઓર્ડર્સ સ્પેશિયાલિસ્ટ ડો. સારિકા પાટીલની આગેવાની હેઠળની કુશળ નિષ્ણાંતોની ટીમે આ જટિલ ફંક્શનલ ન્યૂરોસર્જરી હાથ ધરી હતી. આ ટીમમાં તેમને અમદાવાદના વિઝિટિંગ ફંક્શનલ ન્યૂરોસર્જન ડો. ચિરાગ સોલંકી તેમજ ડો. મયંક વેકરિયા, ડો. રોશન મિસ્ત્રી અને ડો.મિતુલ કાસુન્દ્રા અને ડો.ગૌરાંગ વાઘાણીએ સમગ્રર સર્જરીમાં નિષ્ણાંત સહાય પૂરી પાડી હતી. સર્જરી પહેલાં ચોક્કસ લક્ષ્ય નિર્ધારિત કરવા માટે જનરલ એનેસ્થેશિયા હેઠળ 3ઝ ખછઈં કરવામાં આવી. આ પ્રક્રિયા જાગૃત અવસ્થામાં થતી બ્રેઇન સર્જરી હતી, જેમાં દર્દીની પ્રતિક્રિયાનું વાસ્તવિક સમયમાં નિરીક્ષણ કરવામાં આવ્યું. વિશેષ ફેમનો ઉપયોગ કરીને સબથેલેમિક ન્યુક્લિયસ (જઝગ) અથવા ગ્લોબસ પેલિડસ ઇન્ટર્ના (ૠઙશ) માં લીડ્સ ચોક્કસ રીતે મૂકવામાં આવ્યા. બેટરી ઇમ્પ્લાન્ટેશન સહિત સમગ્ર સર્જરી 7-8 કલાક ચાલી. સ્ટર્લિંગ હોસ્પિટલે ભારતમાં ઉપલબ્ધ સૌથી અદ્યતન ઉઇજ સિસ્ટમનો ઉપયોગ કર્યો, જેમાં બ્રેઇન-સેનિ્ંસગ ટેક્નોલોજી અને 20 વર્ષથી વધુનું આયુષ્ય ધરાવતી રિચાર્જેબલ બેટરીનો સમાવેશ થાય છે.
સર્જરી પછી લીઝનિંગ અસરને કારણે ચંદ્રાના લક્ષણોમાં તરત જ સુધારો જોવા મળ્યો અને માત્ર પાંચ દિવસમાં તેઓ સ્થિર હાલતમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. 3-4 અઠવાડિયા પછી શરૂ થતી પ્રોગ્રામિંગ પ્રક્રિયામાં સ્ટીમ્યુલેશન પરિમાણોને સુક્ષ્મ રીતે ગોઠવી લક્ષણોનું ઉત્તમ નિયંત્રણ મેળવવામાં આવ્યું અને દવાઓ ધીમે ધીમે ઘટાડવામાં આવી.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઈઓ સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરીની સફળતા અમારી માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે. અદ્યતન ઉઇજ પ્રોગ્રામ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના પાર્કિન્સન દર્દીઓને હવે મોટા શહેરોમાં જવાની જરૂર નહીં પડે અને વિશ્વસ્તરીય સારવાર સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થશે. આ પહેલ દર્દીઓના જીવનની ગુણવત્તા સુધારવામાં, લક્ષણોને વધુ સારી રીતે નિયંત્રિત કરવામાં અને તેમને ફરીથી સ્વતંત્ર જીવન જીવવામાં મદદરૂપ બનશે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સ ખાતે અમારો હેતુ આ પ્રદેશના દર્દીઓને અદ્યતન અને સહાનુભૂતિપૂર્વકની સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે.
આ સિદ્ધિ સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટને અદ્યતન મૂવમેન્ટ ડિસઓર્ડર સારવાર ક્ષેત્રમાં આગેવાન તરીકે સ્થાપિત કરે છે અને સૌરાષ્ટ્ર-કચ્છના પાર્કિન્સન દર્દીઓને નવી આશા અને સ્વતંત્ર જીવન તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે.