Jai Hind

ખાંભાનાં ગ્રામ પંચાયતનાં કુવામાંથી વન વિભાગ દ્વારા મહાકાય અજગરનું રેસ્કયુ

અજગરને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યો

ખાંભા ગ્રામ પંચાયતના કુવામાં મહાકાય અજગર જોવા મળતા વાલ મેનને ખાંભાના આગેવાન બાબાભાઈ ખુમાણને જાણ કરી હતી. ઘટનાની જાણ મળતા બાબાભાઈ ખુમાણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના આર.એફ.ઓ. લકુમની સૂચના મુજબ ખાંભા વન વિભાગના ફોરેસ્ટર શિવરાજભાઈ વરૂ, ટ્રેકર દિલુભાઈ, રજનીભાઈ તેમજ જીતુભાઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લગભગ બે કલાકની ભારે જહેમત બાદ કુવામાંથી મહાકાય અજગરનું સલામત રીતે રેસ્કયુ કરવામાં આવ્યું હતું.
રેસ્કયુ કર્યા બાદ અજગરને કોઈપણ નુકસાન પહોંચ્યા વગર સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. ઘટનાને લઈને સ્થાનિકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો, જોકે વન વિભાગની કામગીરીને પગલે સ્થિતિ સામાન્ય બની હતી.