Jai Hind

રાજુલામાં તા.ર8મીએ કેન્દ્રીય જળ સંપતિ મંત્રીના અધ્યક્ષ સ્થાને જળ સંમેલન યોજાશે

નવા ચેકડેમો બનાવવાનો, બોર રિચાર્જ કરવાનો, તળાવ ઉંડા કરવાનો સંકલ્પ લેવાશે

ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી રાજુલાના સંયુક્ત ઉપક્રમે આયોજિત જળ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવશે નવા ચેકડેમ બનાવવાનો બોર રિચાર્જ કરવાનો તળાવો ઊંડા કરવાનો સંકલ્પ તારીખ 28/02/206 સાંજે 4 વાગે રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે કાર્યક્રમના અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે જેમા રાજય સરકારના મંત્રી કૌશીકભાઈ વેકરીયા,ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે,સાંસદ ભરતભાઇ સુતરીયા, ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ધારાસભ્ય જનકભાઈ તળાવયા, ધારી ધારાસભ્ય જેવી કાકડીય,જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા,સહિત સ્થાનિક રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારના વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ કાર્યકરો હોદેદારો મંડળીના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. જળ સંમેલન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માર્કેટીંગ યાર્ડમાં લોક ડાયરો યોજવામાં આવશે જેમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી, મયુરભાઈ દવે, પોપટભાઈ માલધારી સહિત કલાકારો ઉપસ્થિત રહી ડાયરાની રમઝટ બોલાવવામાં આવશે.