તા.25 ફેબ્રુઆરીના રોજ ભાઈઓ માટે ચોરવાડ અને બહેનો માટે આદ્રી ખાતેથી શરૂ થશે સ્પર્ધા
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તા.25 ફેબ્રુઆરીના રોજ 35 મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે. આ તરણ સ્પર્ધામાં ભારતના અલગ-અલગ રાજ્યમાંથી ખેલાડીઓ ભાગ લેશે.
આ સ્પર્ધા અંતર્ગત ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડ થી વેરાવળ (21 નોટીકલ માઈલ) ચોરવાડ બંદર ખાતેથી સવારે 07.00 કલાકે શરૂઆત કરવામાં આવશે અને બહેનો માટેની સ્પર્ધા આદ્રી થી વેરાવળ (16 નોટિકલ માઈલ) વચ્ચે આદ્રી બંદર ખાતેથી સવારે 08:00 કલાકે યોજાશે.
અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતેથી સાંજના 05.30 કલાકે ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી ની એક યાદીમાં જણાવાયું છે.