Jai Hind

ઉનાના દેલવાડા ગામે મંજૂર થયેલ પી.એચ.સી સેન્ટરનું કામ શરૂ કરવા તંત્રના ઠાગાઠૈયા!!

સરપંચ પ્રતિનિધિ દ્વારા વારંવાર આરોગ્ય વિભાગને પત્ર દ્વારા ચોક્કસ સ્થળ નક્કી કરવા રજૂઆત છતાં કામગીરી નહીં થતી હોવાનો આક્ષેપ

ઉના તાલુકાના દેલવાડા ગામે ઘણા લાંબા સમયથી પી.એચ.સી. સેન્ટર મંજૂર થય ગયેલ છે પરંતુ પી.એચ. સી. સેન્ટરના પાયાના માર્કિંગ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર કક્ષા એથી કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતીનહી હોવાથી પાયાના માર્કિંગ બાબતે દેલવાડા ગ્રામ પંચાયત દ્વારા તારીખ 03/01/2025 ના રોજ દેલવાડા મેડિકલ ઓફિસર તથા તાલુકા હેલ્થ ઓફિસર ને તારીખ 24/01/2026 ના રોજ પત્ર લખેલ છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે કે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પંચાયત ને જણાવવામાં આવે કે જમીન ના ક્યાં ભાગમાં પાયાનું બાંધકામ કરવાનું છે જેથી જમીનના તે ભાગ માં નળતર રૂપ બનતી પાણીની પાઇપ લાઇન સ્થળાંતર કરવામાં આવે પરતું આજદિન સુધી આરોગ્ય વિભાગ ની કચેરી કેપી.એચ.સી.વિભાગ ના કોઈપણ અધિકારી માર્કિંગ કરવા આવતા નહીં હોવાથી પી.એચ.સી.સેન્ટરનું કામ ઘણા લાંબા સમય થી અટકી ગયેલ છે
પી.એચ.સી.સેન્ટરની જમીનમાં જે પાણીની પાઇપ લાઇન આવેલ છે તે પી.એચ.સી.સેન્ટર થી આગળ જઈ ને કુમાર પ્રાથમિક શાળા તથા ક્ધયા પ્રાથમિક શાળામાં અને આંગણવાડી કેન્દ્રમાં કનેક્શન આપેલ છે આ કનેક્શન પી.એચ.સી. સેન્ટરના બાંધકામના માર્કિંગ વિના કાઢી શકાય તેમ નહી. હોવાથી હાલ આ વિસ્તારના દર્દીઓને સારવાર માટે લાંબુ અંતર કાપીને બીજા આરોગ્ય કેન્દ્રમાં જવું પડે છે.
આ બાબતે વહેલી તકે તપાસ હાથ ધરી પી.એચ.સી. સેન્ટરના પાયાના માર્કિંગ માટે જવાબદાર અધિકારી કે દેલવાડા પંચાયતમાં આરોગ્ય વિભાગના અધિકારીને રૂબરૂ મોકલીને માર્કિંગ કરેલ જગ્યા માંથી દેલવાડા ગ્રામ પંચાયત દ્વારા વહેલી તકે પાણીની પાઈપ લાઈન કાઢી આપવા સહમત હોવાં છતાં પણ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કોઈ જવાબદારી પૂર્વક કામગીરી કરવામાં નહીં આવતી હોવાના કારણે દેલવાડા પી.એચ.સી. સેન્ટરની ગ્રાન્ટ સરકાર ને પરત જાય તેવી સ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે આ બાબતે ગ્રામપંચાયત ના સરપંચ પ્રતિનિધિ વિજયભાઈ બાંભણીયા દ્વારા આરોગ્ય વિભાગ ની બેદરકારી સામે રજૂ આત કરાય છે.