એઆઈનાં યુગમાં “ગાંડીવેલની સમસ્યા દૂર કરવામાં તંત્ર નિષ્ફળ
ગાંડીવેલનાં લીધે મચ્છરનો ઉપદ્રવ વધી જતાં રોગચાળાનો ગંભીર ખતરો : આંદોલનની ચિમકી
અમરેલી શહેરના ઠેબી નદી ઉપર ગાયકવાડ સરકારે બનાવેલ કામનાથ મહાદેવ મંદિરના કાંઠે આવેલ કામનાથ સરોવરમાં છેલ્લા કેટલાંક વર્ષોથી ગાંડીવેલનું સામ્રાજય સ્થપાય ગયું છે. જેના લીધે અમરેલી શહેરનાં લોકોને રોડ રસ્તા ઉપરથી પસાર થવું ભારે મુશ્કેલ બન્યું છે. ત્યારે અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદિપ ધાનાણીએ ભાજપ શાસિત નગરપાલિકા ઉપર આકરા પ્રહારો કર્યા છે.સ્થાનિક નગરપાલિકા દ્વારા મસમોટા વેરા ઉઘરવામાં આવે છે પણ સફાઈ, સ્વરછતાના નામે કંઈ કામ કરવામાં આવતાં નથી. ભુતકાળમાં કામનાથ સરોવરના પટાંગણમાં નાના ભૂલકાઓ, વડીલો, માતાઓ, બહેનો હરવા ફરવા મોટી સંખ્યામાં આવતા હતાં. પરંતુ આજે આ સ્થળ અવાવરૂ બની ગયું છે. મચ્છરોના ઉપદ્રવના કારણે અહીંયા કોઈ નીકળી પણ શકતું નથી. અને બેસી પણ શકાતું નથી.લોકોમાં ચર્ચાનો વિષય છે ગાંડીવેલ દૂર કરવાના કાર્ય માટે લાખો રૂપિયાનો દુરૂઉપયોગ થઈ રહ્યો છે. જેથી કરીને જો આવનારા દિવસોમાં તાત્કાલિક ગાંડીવેલ દુર કરવામાં નહીં આવે તો આંદોલન કરવું પડશે તો આંદોલન પણ કરીશું તેમ અંતમાં તેઓએ જણાવેલ છે.