Jai Hind

પાલિતાણામાં રૂ.22.88 લાખની ઘરફોડ ચોરી કરનાર શખ્સ ઝડપાયો

બહારગામ નાસી જતી વેળાએ પકડાઇ ગયો

ભાવનગર જિલ્લામાં „ LCB પોલીસ અને પાલીતાણા રૂરલ પોલીસ બન્ને સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના પગલે રોડ ઉપર ઉભેલા જાળીયા ગામના શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર કઈઇ પોલીસ અને પાલીતાણા રૂરલ પોલીસ પાલીતાણા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે પાલીતાણા તાલુકાના જાળીયા (અમરાજી) હસ્તગીરીથી પાલીતાણા તરફ જવાના રોડ ઉપર હિંમતભાઈ ચૌહાણ નામના શખ્સની વાડીએ જવાના રસ્તે એક શખ્સ લાલ કલરનો શર્ટ અને જીન્સ પેન્ટ પહેરીને ઉભો છે જેની પાસે ચોરીનો મુદ્દામાલ છે અને તે તેને વેચવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. જેથી પોલીસ સ્થળ ઉપર જઈને બાતમીના આધારે તપાસ કરતા ચોરીનો મુદ્દામાલ સાથે શખ્સ ઝડપાયો હતો. પોલીસે બાતમી વાળા શખ્સ વિપુલ ઉર્ફે ભૂરો હિંમતભાઈ ચૌહાણ જાળીયા ગામના રહેવાસીને રોડ ઉપરથી ઝડપી લીધા બાદ તેની પુછતાછ કરતા તેની પાસે રહેલા મુદ્દામાલને લઈને તેને જણાવ્યું હતું કે આ રોકડ રૂપિયા તથા સોનાના દાગીના તેણે કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાના ઘરેથી બપોરના સમયે લોક તોડીને ચોરી કર્યા હતા. જોકે, સોના દાગીનાની બાદમાં પોલીસે સોની પાસે ખરાઇ પણ કરાવી હતી ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શખ્સ પાસેથી ચોરીનો 12 લાખ 88 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભાવનગર કઈઇ પોલીસ અને પાલીતાણા રૂરલ પોલીસે વિપુલ ઉર્ફે ભૂરો હિંમતભાઈ ચૌહાણ જાળીયા ગામના રહેવાસી પાસેથી રોકડ 11,10,500, સોનાનો હાર 33.46 મિલીગ્રામ 1,00,000 કિંમતનો, કાનમાં પહેરવાની નાની બુટી 2 નંગ 6.28 મિલીગ્રામ, કાનમાં પહેરવાની સોનાની મોટી બુટ્ટી નંગ 2 (વજન 12 ગ્રામ), વિવો કંપનીનો મોબાઇલ મળી કુલ 12,88,000 ના મુદ્દામાલ પાલીતાણા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.