Jai Hind

સાયબર ફ્રોડના 1500 કરોડની હેરાફેરીમાં વધુ ત્રણ શખ્સોની ધરપકડ

ગોંડલમાં યાર્ડની પેઢીના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 900 કરોડ જમા થયાનો ઘટસ્ફોડ: ફરાર શખ્સની શોધખોળ

ઓપરેશન મ્યુલ હન્ટમાં રાજકોટ ગ્રામ્ય પોલીસની સૌથી મોટી કામગીરી સામે આવી છે. જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડની પેઢીના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 900 કરોડ જમા થયાનો ઘટસ્ફોટ થયો છે. મનિષ કમાણી અને જય નાદપરાના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 200 કરોડ જમાં થયાના બનાવમાં રાજકોટના મિહિર રંગાણી, હિરેન લીંબાસીયા અને તેલંગણાંના શખ્સના નામ પણ ખુલતાં તેની ધરપકડ કરાઈ હતી. કુલ ફ્રોડના 1500 કરોડની હેરફેર થયાનું ખુલ્યું છે.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા રાજ્ય વ્યાપી ઘાયફિશિંજ્ઞક્ષ ખીહય ઇીંક્ષિં અંતર્ગત રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ધરાવતા બેન્ક એકાઉન્ટની માહિતી એકત્રિત કરી કામગીરી શરૂ કરવાની આપેલ સુચનાથી સાયબર ક્રાઈમ પીઆઈ આર. જે. ગોધમની રાહબરીમાં પીએસઆઇ એમ.એન.રાઠોડ, સી.બી.વાંક તથા ટીમને સાયબર ક્રાઇમ ગાંધીનગર તરફથી મળેલ માહિતીના આધારે આ તમામ એકાઉન્ટનો જઅખઅગટઅઢઅ ઙઘછઝઅક તથા ગઈઈછઙ ઙઘછઝઅક 1930 પર શંકાસ્પદ એકાઉન્ટ બાબતે તપાસ કરતા તે એકાઉન્ટ પૈકી પડધરી મોવીયા યશ બેંક ખાતે ખુલેલ બેંક એકાઉન્ટ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ જ્યોત ટ્રેડીંગ કંપનીના ખાતામાં તપાસ કરતા એકાઉન્ટમાંથી આશરે 200 કરોડની આસ-પાસની લેવડ-દેવડ મળી આવેલ.
જેના આધારે પડધરી પોલીસ સ્ટેશનમાં આઈટી એકટ સહિતની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી 6 આરોપીઓ અટક કરવામાં આવેલ છે. અને આ આરોપીઓ હાલ કોર્ટ કસ્ટડીમાં છે.
આ ગુન્હાની તપાસમાં અટક કરેલ આરોપીઓના મળેલ વધુ બેંક એકાઉન્ટની તપાસમાં આરોપી મનિષ કમાણી તથા જય નાદપરા તથા મિહિર રંગાણી મળી આશરે 900 કરોડ રૂપિયાથી વધુની તેના એકાઉન્ટથી હેરફેર કરેલનું મળી આવેલ, જેથી ગુન્હાની તપાસમાં આ અગાઉના પકડાયેલ આરોપી મનિષ કમાણી તથા જય નાદપરા દ્વારા જે તેના બેંક એકાઉન્ટ મારફતે લેવડ-દેવડ થયેલ હોય તે તમામ રોકડા રૂપિયા ઉપાડી આંગડીયા મારફતે અગાઉના પકડાયેલ આરોપીઓ પ્રવિણસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા તથા મયુરસિંહ વાઘેલા મોટુ કમિશન લઇ આ આરોપી આદીલુદીન મહમદ મુનીરૂદીન મહમદને મોકલેલ હોય તેમજ ઓન લાઇન ટ્રાન્સફર કરેલનું મળી આવેલ હતું.જેથી આ આરોપી આદીલુદીન મહમદ મુનીરૂદીન મહમદને અટક કરેલ છે. તેમજ આ ગુન્હામાં અગાઉ પકડાયેલ આરોપીઓ મનિષ કમાણી તથા જય નાદપરાના બેંક એકાઉન્ટ મિહીર રંગાણી સાયબર ફ્રોડના નાણાને રોકડમાં રૂપાંતરીત કરી હેર ફેર કરવા સારૂ આપેલ હોવાનું તપાસમાં ખુલેલ હોય અને તે એકાઉન્ટમાં નાણાની લેવડ- દેવડ હિરેન લીંબાસીયા મારફતે કરેલ હોય જેથી આ મીહીર રામજી રંગાણીની અટક કરેલ છે. તેની તપાસમાં તેની પેઢીના નામે અલગ અલગ બેન્ક એકાઉન્ટ મળી આવેલ હોય તેમાં પણ રૂપિયાની લેવડ-દેવડ કરેલ છે. અને આ લેવડ-દેવડ માં પોતાના હસ્તકના એકાઉન્ટમાં પણ રૂપિયાની લેવડ-દેવડ કરેલ છે. જેથી હિરેન લીંબાસીયાની પણ અટક કરેલ છે. તેની તપાસમાં આ મિહીર રંગાણી તથા મનિષ રામાણી હસ્તકના તમામ બેન્ક એકાઉન્ટમાં થયેલ નાણાની લેવડ દેવડ હિરેનભાઇ લીંબાસીયાની મધ્યસ્થી થકી થયેલનુ તપાસમાં ખુલેલ છે.આ ગુન્હામાં આરોપીઓએ અલગ અલગ સમય અને સ્થળે પુર્વ આયોજીત કાવતરૂ રચી, ગુજરાત રાજય તથા અન્ય રાજયના અલગ અલગ ભોગબનનાર વ્યકિતઓને લલચાવી તેઓ સાથે સાયબર ફ્રોડ દ્વારા છેતરપીંડી કે ઠગાઇ કરી નાણા મેળવી ગુન્હો કરેલ છે. આ તપાસ દરમ્યાન અત્યાર સુધીમાં પકડાયેલ આરોપીઓ દ્રારા આશરે 900 કરોડ રૂપિયાની સાયબર ફ્રોડના નાણાનું રોકડમાં રૂપાંતર કરી તેની અલગ અલગ માધ્યમથી હેર ફેર કરેલનું તપાસમાં જણાયેલ છે. આ ગુન્હાની તપાસ હાલ ચાલુ છે.હાલ પોલીસે પકડેલા આરોપીઓમાં આદીલુદીન મહમદ મુનીરૂદીન મહમદ (રહે. જેગતીયાલ ચીંથાકુંટા, તેલંગણા), મીહીર રામજી રંગાણી (રહે. રાજકોટ કુવાડવા રોડ જય ગુરુદેવ પાર્ક -1 શેરી નં. 2), હિરેન અશ્વિન લીંબાસીયા (રહે. રાજકોટ “શીવાલય” તીરૂપતિ પાર્ક -2 નાના મોવા હરિદ્રાર હાઇસ વાળી શેરીમાં) નો સમાવેશ થાય છે.