Jai Hind

તાલાલા તાલુકાનાં જાવંત્રી ગીર ગામે થયેલ મર્ડરનો મુખ્ય આરોપી ઝડપાયો

પોલીસે પાંચ આરોપીને જાહેરમાં કુકડા બનાવી માફી મંગાવી: આરોપીનો વરઘોડો જોવા લોકોના ટોળા ઉમટ્યા

તાલાલા પંથકમાં ભારે ચકચાર જગાવનાર મર્ડર નાં ગંભીર ગુનાનો ગીરના જંગલમાં છુપાયેલ મુખ્ય આરોપી સાથે પાંચ વધુ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
તાલાલા તાલુકાનાં જાવંત્રી ગીર ગામે જમીનનો કબજો પરત લેવા જમીનમાં ઘુસી આદીજાતિ પરિવાર ઉપર ફાયરિંગ કરી મકાન ઉપર સળગતા કાકડા નાખ્યા હતા…જેમાં એક વૃધ્ધા ગંભીર રીતે સળગી જતાં મરણ થયું હતું.આ કથિત કૃત્ય કરી ભાગતો ફરતો મુખ્ય આરોપી મહમદહુસેન મોરી વિગેરે પાંચ આરોપીને જંગલખાતાની મદદથી પોલીસે ગીરના જંગલમાંથી ઝડપી લીધા હતા.ઝડપાયેલ આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરી પોલીસે સરભરા કરી હતી.પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢી જાહેરમાં કુકડા બનાવી માફી પણ મંગાવી હતી.તાલાલા શહેરમાં નીકળેલ આરોપીનો વરઘોડો જોવા લોકોના ટોળા ઉમટતા પોલીસ સ્ટેશન સામેના માર્ગ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

જીવલેણ હુમલો કરનાર ઝડપાયેલ મુખ્ય આરોપી
મહમદહુસેન કાસમભાઈ મોરી રે.જાવંત્રી, રફીક કાસમભાઈ મોરી રે.જાવંત્રી, અકરમ કાસમભાઈ મોરી રે.જુનાગઢ-દોલતપરા(મુળ.જાવંત્રી) અકીલ રમજાન મોરી રે.જુનાગઢ-દોલતપરા(મુળ.જાવંત્રી),રફીક હૈદુભાઈ મજગુલ રે.જુનાગઢ-કસ્તુરબાગ(મુળ.વાડલા)

અગાઉ પકડાયેલ આરોપીઓ
તોહીત મહમદહુસેન મોરી ઉ.વ.23 રે.જુનાગઢ(મુળ.જાવંત્રી ગીર),તાહીર મહમદહુસેન મોરી ઉ.વ.22 રે.જુનાગઢ(મુળ.જાવંત્રી ગીર), તાજીમ મહમદહુસેન મોરી ઉ.વ.20 રે.જુનાગઢ(મુળ.જાવંત્રી ગીર), અસ્પાક અદ્રેમાનભાઈ લોબી ઉ.વ.26 રે.જુનાગઢ (મુળ.જાવંત્રી ગીર) ,આબેદાબેન રમઝાનભાઈ મોરી રે.જુનાગઢ(મુળ.જાવંત્રી ગીર), હનીફાબેન ઈસુબભાઈ બ્લોચ ઉર્ફે.હફી રે.જુનાગઢ(મુળ.જાવંત્રી ગીર), હમીદાબેન મહમદહુસેન મોરી રે.જુનાગઢ(મુળ.જાવંત્રી ગીર) ,અલ્ફાઝ ફીરોજભાઈ બ્લોચ રે.જુનાગઢ(મુળ.જાવંત્રી ગીર)