પ્રેમ સંબંધ બાંધી અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
ઉના તાલુકાના મેણ ગામમાં એક યુવતી પર દુષ્કર્મ આચરવા બદલ એક યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી દિલીપ લાલજીભાઈ સાંખટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ, 21 વર્ષીય શ્રમિક યુવતી મજૂરી કામ કરતી હતી. આ દરમિયાન મેણ ગામનો દિલીપ લાલજીભાઈ સાંખટ પણ તેમની સાથે મજૂરી કામે જતો હતો. ત્યાં બંને વચ્ચે ઓળખાણ થઈ અને દિલીપે વારંવાર ફોન કરીને યુવતી સાથે નિકટતા વધારી, જેના પરિણામે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો.ત્યારબાદ એક સમયે દિલીપના ઘરે કોઈ ન હોવાથી તેણે યુવતીને બોલાવી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યોહતો. યુવતીની ના પાડવા છતાં દિલીપે તેની અંગત પળોના ફોટા પાડી લીધા હતા.આ ફોટાનો ઉપયોગકરીનેદિલીપે યુવતીના પરિવારજનોને ફોટા બતાવવાની ધમકી આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીના અન્ય યુવક સાથે લગ્ન થઈ ગયા બાદ પણ આરોપી દિલીપે તેનો પીછો છોડ્યો ન હતો.તેણે યુવતી ના પતિને તે ફોટા બતાવી દીધા હતા. યુવતીના પતિએ પણ તે પત્ની ના ફોટા જોઈને પોતાની પત્નીને તેમના પિતાના ઘરે મોકલી આપ્યા હતા. આ ઘટના બાદ યુવતીએ તેના પરિવારજનોને સમગ્ર વાત કરી હતી. દિલીપે યુવતીને ધમકી આપી હતી કે જો તે કોઈને આ બાબતે વાત કરશે તો તેને અને તેના પરિવારને દવા પાઈને મારી નાખશે. આ ધમકીઓ આપીને પણ તેણે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પી.એસ.આઈ. બોરીચાએ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી દિલીપની ધરપકડ કરી છે.